સુરતઃ નાની બાલીકાઓના અલુણાવ્રત, યુવતીઓના જયાપાર્વતી બંને વ્રતમાં જાગરણના દિવસે આખી રાત બરોડા પ્રિસ્ટેજ ભગવતી રસ સેન્ટરમાં કોઇપણ બહેનો જેટલી વખત ઇચ્છા થાઇ તેટલી.વખત જેટલો પીવો હોય તેટલો શેરડીનો રસ વિનામુલ્યે પી શકે છે.
વરાછામાં જાગરણ નિમિત્તે વિનામૂલ્યે રસનું વિતરણ
વરાછા વિસ્તારમાં છેલ્લા 23 વર્ષથી વિઠ્ઠલભાઇ માંગુકિયા ઓથાવાળા અને તેમના ભાગીદાર તુલશીભાઇ ગોલકિયા બંને મિત્રોએ મળીને સેવા પ્રવૃતિનો અનોખો રસ્તો બનાવ્યો છે. તેમના આ અભિગમથી બીજી પણ ઘણી બધી સંસ્થાઓ આગળ આવી છે. ભગવતી રસની ચાર શાખાઓમાં બરોડા પ્રિસ્ટેજ,ભરત નગર, માતૃશક્તિ અને વર્ષા સોસાયટી બધી મળીને એક જ રાતમાં 30 ટન શેરડીનો રસ પીવડાવવા માટે અને તેમની વ્યવસ્થા માટે 90 થી 100 જેટલા સ્વયંસેવકો જે તેમના પરિવાર અને મિત્રોનું ગ્રુપ છે તે રાત આખી ખડે પગે સેવા આપે છે.આવી પ્રેરણા ક્યાંથી મળી તે વાત સમજાવતા વિઠ્ઠલભાઇએ જણાવ્યું હતું કે, જીવનમાં ઘણા ચઢાવ ઉતાર જોયા છે.
શરૂઆતના દિવસોમાં ખુબ સંઘર્ષ કર્યા બાદ નવી ટેકનોલોજી સાથે રસના વ્યવસાયમાં છેલ્લા બે દાયકાથી વરાછામાં મોટું નામ ચોક્કસ થયું છે.આજે પણ દર વખતે બજરંગ દાસ બાપાની છબી મુકીને શરૂઆત કરીએ છીએ.પીવા વાળા ઓછા પડે. પરંતુ અમારો માલ ક્યારેય ઓછો પડ્યો હોય તેવું અમને યાદ નથી.પાંચ દિવસ પહેલા નાની બાલિકાઓના જાગરણમાં જે માત્ર 12 વાગ્યા સુધી હોય છે. તેમાં 50 હજાર ગ્લાસ અને જયાપાર્વર્તિના આખી રાતના જાગરણમાં 30 ટન શેરડીનો એક લાખ ગ્લાસથી વધારે રસ પીવાયો હશે.
છેલ્લાં 23 વર્ષથી અલૂણાં અને જયાપાર્વતી વ્રતમાં રસની સેવા
વરાછા અલૂણાં વ્રત અને યુવતીઓના જયાપાર્વતી બંને વ્રતમાં જાગરણના દિવસે આખી રાત બરોડા પ્રિસ્ટેજ ભગવતી રસ સેન્ટરમાં કોઇપણ બહેનો જેટલી વખત ઇચ્છા થાઇ તેટલી. 23 વર્ષથી વિઠ્ઠલભાઇ માંગુકિયા ઓથાવાળા અને તેમના ભાગીદાર તુલશીભાઇ ગોલકિયા બંને મિત્રોએ મળીને સેવા પ્રવૃતિનો અનોખો સીરસ્તો બનાવ્યો છે