રાજસ્થાનના કરૌલી શહેરમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે શનિવારે હિંદુ સંગઠનો તરફથી યોજવામાં આવેલી બાઈક રેલી ઉપર ભારે પથ્થરમારો થયો છે. પથ્થરમારો કરી રહેલા લોકોએ અનેક દુકાનો તથા બે બાઈકને આગ લગાડી દીધી હતી. તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખી શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર સિંહ શેખાવતે 3 એપ્રિલના રાત્રે 12 વાગ્યા સુધી જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. કલેક્ટરે કહ્યું- SPએ તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખી સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાઈ અને માહોલ બગડે તેવી દહેશત વ્યક્ત કરી છે.
SP શૈલેન્દ્ર સિંહ ઈદૌલિયાએ જણાવ્યું હતું કે નવસંત્સર પ્રસંગે હિન્દુ સંગઠનો તરફથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી અને જેવા હટવાડા બજારમાં પહોંચી તો કેટલાક બદમાશોએ રેલી ઉપર ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ બે પક્ષ એકબીજાની સામે આવી ગયા હતા. પથ્થરમારામાં 4 પોલીસ કર્મચારીઓ સહિત 42 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તો પૈકી એક સ્થિતિ ગંભીર છે. 30 ઉદ્રવિયોની અટકાયત કરવામાં આવી છે.
પથ્થરમારાને લીધે બજારમાં ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને વ્યાપારીઓએ દુકાનો બંધ કરવી પડી હતી. દરમિયાન કેટલાક લોકોએ છથી વધારે દુકાનોને આગ લગાવી દીધી હતી. આગને લીધે તમામ દુકાનો સંપૂર્ણપણે સળગી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ આવી પહોંચી હતી. પોલીસે બન્ને પક્ષોને સમજાવી સ્થિતિને શાંત કરવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે ફરી પથ્થરમારો શરૂ થયો હતો. તણાવભરી સ્થિતિને પગલે શહેરમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. સ્થિતિ હજુ પણ ભારે તણાવપૂર્ણ છે. કલેક્ટર અને SP ઘટના સ્થળે છે.
સાંજે લગભગ 5:15 વાગે પથ્થરમારો શરૂ થયો
નવ સંવત્સર નિમિત્તે જ્યા બાઈક રેલીને ધ્રુવ ઘટા સંત હરેન્દ્ર નાથ સરસ્વતીએ રામસ્નેહી કીર્તિ રામ આદર્શ વિદ્યા મંદિરથી રવાના કરી હતી. રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ રહી હતી. લગભગ 5:15 વાગે હટવાડા બજાર પહોંચી તો કેટલાક લોકોએ ચોતરફથી પથ્થરમારો શરૂ કર્યો હતો અને સ્થિતિને કોમી સ્વરૂપ આપી માહોલને તણાવભર્યો બનાવી દીધો હતો.
તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશઃ ગહેલોત
મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું છે કે કરૌલીમાં જે ઘટના બની છે તેને લઈ DGP એમએન લાઠર સાથે વાત કરી માહિતી મેળવી છે. પોલીસને દરેક તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. હું સામાન્ય પ્રજાજનોને અપીલ કરવા માગુ છું કે શાંતિ જાળવી રાખવામાં આવે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..