મોરબીના વેપારી યુવાનોએ ગરીબ અને જરૂરિયાત મંદ વિધવા,ત્યકતા બહેનો નિસહાય વૃદ્ધને સહાયરૂપ બનવાના ઉદેશથી ૯ વર્ષ પહેલા ઓમ ગ્રુપ નામનું ૧૨થી વધુ મિત્રોએ ગ્રુપ બનાવ્યું હતું અને દાતાઓના સહયોગથી આવા નિ:સહાય જરૂરિયાત મંદ મહિલાઓ અને વૃધ્ધોને ઘરવખરીની કીટ આપવાનું શરુ કર્યું શરૂમાં પોતાના ખર્ચે આવી કીટ યુવાનોએ આપી જોકે બાદમાં ધીમેં ધીમે લાભાર્થીઓની સંખ્યા વધતા દાતાઓનો સહયોગ લેવાનો શરુ કર્યી હાલ ઓમ ગ્રુપના મેમ્બર દ્વારા દર માસના બીજા રવિવારે ૧૨૫થી પણ વધુ જરૂરિયાત મંદ વિધવા મહિલાઓ કે વૃદ્ધ મહિલાઓને આ પ્રકારની કીટ આપી સહાયરૂપ બની રહ્યા છે.
“સેવા પરમ ધર્મ” સુત્રને ચરિતાર્થ કરતા અનેક લોકો એવા છે જે કોઈના કોઈ રીતે ગરીબ કે જરૂરિયાત મંદ દર્દીઓ સુધી પહોચી નિસ્વાર્થ સેવા કરતા હોય છે.મોરબીમાં પણ આવા કેટલાક વેપારી યુવાનોએ સહાયની સરવાણી વહેવડાવવની શરૂ કરી.મોરબીના અનાજના વેપારી ભરતભાઈ અને તેના બીજિ મિત્ર હિરેનભાઈ અને સંજયભાઈએ ૯ વર્ષ પહેલા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરવાની ઈચ્છા સાથે ઓમ ગ્રુપ નામેથી શરુ કર્યું
શરૂઆતમાં તેમણે પોતાની રીતે ગરીબ અને જરૂરિયાત મંદ વિધવા મહિલા તેમજ નિ:સંતાન વૃદ્ધ લોકો જે જેઓ બહાર કોઈ પણ કામગીરી માટે સક્ષમ ન હોય તો તેવા લોકોને મહિનાભરનું અનાજ કરિયાણાના કિટના વિતરણની શરૂઆત કરી હતી જોકે બાદમાં આ અંગેની જાણ અન્ય ગરીબ પરિવારને થતા ધીમે ધીમે સહાય મેળવનારની સંખ્યા વધતા ગયા જેના કારણે દાતાઓનો સહયોગ ની જરૂર પડી જોકે મોરબીમાં આવી સેવાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા દાતાઓએ પણ ખુલ્લ્લા મને સહયોગ કરી રહ્યા છે.
આજની તારીખે ૬૦થી વધુ દાતાઓ દ્વારા રૂ ૫૦૦થી પોતાની ક્ષમતા મુજબ દાનને પગલે વિધવા કે ત્યકતા મહિલાઓ કે જેમના બાળકો નાની ઉમરના છે કમાનારી વ્યક્તિ નથી તેવી ૯૦થી વધુ મહિલાઓ,૨૦થી વધુ ખરેખર ગરીબ પરિવાર મળી ૧૨૫ જેટલા પરિવારને કીટનું વિતરણ કરી રહ્યા છે. યુવાનોની આં મહેનતને કારણે દર વર્ષે ગરીબ પરિવારને એક સહારો બનતા હોય છે.
દરેક પરિવારના ઓળખકાર્ડ બનાવી તેના આધારે વિતરણ કરીએ છીએ
અમે શરૂઆતમાં માત્ર અબોલ જીવની સેવા કરતા હતા જોકે બાદમાં અમને આવા જરૂરિયાતમંદ લોકોને અનાજ અને અન્ય રાશન કીટ આપવાનો વિચાર આવ્યો અને તેના આધારે તેલ,લોટ,કઠોળ જેવી અલગ અલગ ચીજ વસ્તૂની કીટ બનાવી દર મહિનાના બીજા રવિવારે કીટ વિતરણ કરીએ છીએ જે પણ ગરીબ લોકો દ્વારા ફોર્મ આપે તો અમે સ્થળ તપાસણી કરીએ અને જો ખરેખર જરૂરિયાત મંદ જણાય તો અમે તેમને એક ઓળખ કાર્ડ આપીએ છીએ અને તેના આધારે મહિનાની કીટનું વિતરણ કરીએ છીએ આમારો ઉદેશ ગરીબ પરિવારને મદદરૂપ બનવાનો છે. ભરતભાઈ કાનાબાર, વેપારી