જામનગરમાં આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી: પરિવારે અંતિમ સંસ્કાર કર્યા બાદ વડીલ ઘરે પાછા ફર્યા, પછી…

જામનગર શહેરમાં એક અજીબોગરીબ અને આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક વૃદ્ધ જે જીવિત હોવા છતાં પણ તેના પરિવારજનોએ અન્યનો મૃતદેહ અંતિમ સંસ્કાર કર્યા બાદ જીવિત વ્યક્તિ ઘરે પહોંચતા તેમનો પરિવાર આશ્ચર્યમાં પડી ગયો અને આ ઘટના સમગ્ર જામનગર શહેરમાં ભારે ચકચાર જગાવી છે.

જામનગરના કાલાવડ નાકા બહાર વસવાટ કરતા દયાળજીભાઈ દામજીભાઈ રાઠોડ બે દિવસ પૂર્વે ગુમ થયા બાદ તેના પરીવારજનોએ પોતાના પરિવારના સભ્ય ગુમ થવા બાબતે એ ડીવીઝન પોલીસમથકમાં જાણ કરી હતી, આવી જ રીતે છૂટક મજુરી કામ કરતા અન્ય એક વૃદ્ધ કેશુભાઈ બાબુભાઈ મકવાણા જે શાકમાર્કેટ નજીક વસવાટ કરે તે પણ પરિવારના સભ્યોને ના મળતા પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન થયું એવું કે દયાળજીભાઈ રાઠોડ કે જે ગુમ થયાની જાણ પોલીસને કરવામાં આવી હતી તેમનો મૃતદેહ શાકમાર્કેટ નજીકથી મળી આવ્યો હતો, જે મૃતદેહનો પોલીસે કબજો સંભાળ્યો અને હોસ્પિટલ ખાતે લઇ ગઈ હતી. ત્યારબાદ કેશુ મકવાણાના પરિવારજનોએ દયાળજી રાઠોડના અંતિમ સંસ્કાર કરી નાખ્યા પરંતુ ઘટનામાં હતું એવું કે ખરેખર જેને પોતાના સમજીને અંતિમ સંસ્કાર કર્યા તે કેશુ મકવાણા જીવીત હતા.

દયાળજી રાઠોડના અંતિમ સંસ્કાર બાદ પોતાના ઘરે બીજા દિવસે પહોચતા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો, કે આમના તો ગઈકાલે અંતિમ સંસ્કાર કર્યા તો જીવિત કેમ.? તેવો સવાલ પરિવારજનોને થતા પરિવારે આ મામલે પોલીસને જાણ કરી તો સમગ્ર બાબત અલગ દિશામાં લઇ જનારી નીકળી.

બીજી તરફ થયું એવું કે ખરેખર કાલાવડ નાકા બહાર વસવાટ કરતા દયાળજીભાઈ દામજીભાઈ રાઠોડ ગુમ થયા હતા અને તેનો મૃતદેહ શાક માર્કેટ નજીકથી મળી આવ્યો હતો, જે મૃતદેહની ખરાઈ કર્યા વિના જ કેશુ મકવાણાના પરિવારે દયાળજી રાઠોડના અંતિમ સંસ્કર કેશુ બાબુ મકવાણા માનીને કરી નાખ્યા ખરેખર જે મૃતદેહ મળી આવ્યો હતો તે કેશુભાઈ મકવાણાનો હતો જ નહિ અને તે મૃતદેહ દયાળજીભાઈનો હતો. જો કે કેશુભાઈ જીવિત ઘરે પહોચતા આ મામલો ઉજાગર થયો અને બન્ને પરિવારો એક તબક્કે પોલીસ મથકે પહોચ્યા અને બાદમાં સ્મશાન ખાતે પહોચી અને અસ્થીકુંભમાંથી નામો બદલવાની કાર્યવાહી અને પોલીસ પાસેથી જરૂરી દાખલા લેવાની વિધિ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો