પોરબંદરમાં આરટીઓના નિયમોનું પાલન ન કરવાને લીધે દર મહિને સરેરાશ 300 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના કડિયાપ્લોટમાં રહેતા હરિલાલ દામજીભાઇ પરમાર નામના 78 વર્ષીય વૃદ્ધનું સ્કુટર એક વર્ષ પહેલા ટ્રાફિકના કોઇ નિયમના ભંગ બદલ ડિટેઇન કરવામાં આવ્યુ હતુ.
આ સ્કુટર છોડાવવાની જટીલતા અને ટ્રાફિકના નિયમોની જટીલતા હરિલાલને આકરી લાગતા, હરિલાલે પોતાનું સ્કુટર છોડાવવાનું માંડી વાળ્યુ અને વાહનના કાગળો અને આરટીઓ ની જટીલતા વિના ઓટોમેટિક ચાલતું વાહન બનાવવાનો વિચાર હરિલાલના મનમાં અંકુરીત થયો, અને આ વિચારે એક હાથમાં ખોટ ધરાવતા હરિલાલે મન હોય તો માળવે જવાઇની યુક્તિ સિધ્ધ કરી, સમસ્યાનું સામાધાન નહી પરંતુ તેનો ઉકેલ લાવવા એક અનોખો ઉપાય અજમાવી નાખ્યો અને પોતાની જુની સાઈકલમાંથી આરટીઓની કોઇ જંજટ ન રહે તેવી ઇલેક્ટ્રિક સાઈકલનો આવિષ્કાર કરી નાખ્યો. ઇલેક્ટ્રિક સાઈકલ બનાવવાના સાધનો મંગાવી, આ વૃદ્ધે માત્ર એક અઠવાડીયામાં પોતાના ઘરે જ ઇલેક્ટ્રિક સાઈકલ બનાવી ટ્રાફિકનાં નિયમોની જટીલતા સામે ઉકેલ શોધી કાઢ્યો હતો.
લીવરવાળી ઇલેક્ટ્રિક સાઈકલનો માત્ર એક અઠવાડિયામાં આવિષ્કાર કર્યો
સાઈકલમાંથી બનાવેલી ઇલેક્ટ્રિક સાઇકલ 5 કિલોથી પણ ઓછું વજન ધરાવે છે. બ્રેક દબાવવાથી પાછળની લાઇટ પણ થાય છે તેમજ આ સાઈકલ કેટલા કીમી ચાલી તે જોવા માટે સ્પીડોમીટર પણ ફીટ કરવામાં આવ્યુ છે. 35 કિમીની એવરેજ આપે છે.
માત્ર ધો.7 સુધી ગુજરાતી ભાષામાં અભ્યાસ કર્યો છે
પોરબંદરના હરિલાલ પરમાર માત્ર ધો.7 સુધી જ ગુજરાતી ભાષામાં અભ્યાસ કરેલો છે. તેઓ દરજી કામ કરતા હતા અને નાનપણથી જ ઇલેકટ્રોનિકસ આઇટમો બનાવવાનો શોખ હોવાથી, તાવડી વાજાવાળુ લાકડાનું પ્લેન પણ બનાવ્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..