65 વર્ષના આ દાદા છેલ્લા 40 વર્ષથી રેલવે ટ્રેક પરથી મૃતદેહ ઉપાડવાનું કામ કરે છે. વાંચો એમની સ્ટોરી

મોટાભાગના લોકોને પોતાની નોકરીથી ફરિયાદ હોય છે, પરંતુ જરૂરિયાત વ્યક્તિને નોકરી ચાલુ રખાવે છે. દુનિયાભરના લોકો અલગ-અલગ પ્રકારની નોકરી કરે છે. કેટલાકને નોકરી મજેદાર લાગે છે તો કેટલાકની ચેલેન્જિંગ હોય છે. આજના સમયમાં કેટલીક નોકરીઓ એવી પણ છે કે જે કરવા માટે જીગર હોવું જોઈએ. આવી જ નોકરી કરે છે 65 વર્ષના ગણેશન. તે રેલવે ટ્રેક પરથી મૃતદેહ ઉપાડવાનું કામ કરે છે.

ગણેશ છેલ્લા 40 વર્ષથી આ કામ કરે છે. તે ‘ઈરોડ રેલવે સ્ટેશન’નો જાણીતો ચહેરો બની ચૂક્યા છે. તેમને અનેક પોલીસકર્મી, દુકાનદાર, ઓટો-રિક્ષા ચાલક અને રેલવે સ્ટેશનના કર્મચારી ઓળખે છે. તમામ લોકો તેમના કામ અને દયાળું સ્વભાવના વખાણ કરે છે. કેટલાક લોકો તેમને ગણેશન દાદા કહીને બોલાવે છે. તે પોતાના કામ પ્રતિ સમર્પિત છે અને હંમેશા મદદ માટે તૈયાર રહે છે.

‘ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ મુજબ ગણેશન દાદા તમિલનાડુના તિરુચિરાપલ્લી શહેરમાં રહે છે. તે જણાવે છે કે, ‘હું નોકરીની શોધમાં અનેક શહેરોમાં ગયો. એટલું જ નહીં મેં મજૂર તરીકે પણ કામ કર્યું. જોકે મારી પાસે એક કાયમી આવકનો સ્ત્રોત નહોતો. એવામાં મને એક પોલીસકર્મીએ આ નોકરી અંગે જણાવ્યું તો હું તુરંત તેના માટે તૈયાર થઈ ગયો.’

દાદા જણાવે છે કે ‘જ્યારે ટ્રેક પર મૃતદેહ મળે એટલે તુરંત મને ફોન આવે છે. હું તે જગ્યા પર દોડી જાવ છું. મૃતદેહને ઉઠાવીને ઝિપરમાં પેક કરી એમ્બુલન્સમાં મૂકી દઉં છું. ત્યાર બાદ તે મૃતદેહને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવે છે. હું મારા ખભા પર મૃતદેહ ઉપાડીને 3 થી 4 કિમી સુધી ચાલ્યો છું. જ્યારે એમ્બુલન્સની સુવિધા નહોતી ત્યારે હું મૃતદેહને ઉપાડીને જ હોસ્પિટલ પહોંચાડતો હતો.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘હું એક વર્ષમાં 200થી વધારે મૃતદેહ ઉપાડું છું. હવે મને અને મારા કપડાને પણ લોહીના ડાઘા અને મૃતદેહની આદત પડી ગઈ છે. આ ડાઘ લાંબા સમય સુધી મારા કપડા પર રહે છે. તેને વારંવાર ધોવામાં આવે તો પણ.’ દાદા પૈસા નથી માંગતા જ્યારે તે પોતાનું કામ પૂર્ણ કરે છે તો પોલીસ અધિકારી તેમને 200-500 રૂપિયા આપે છે. આ પૈસાથી તેમનું ખાન-પાન અને ક્યારેક દારૂની ખરીદી કરે છે.

ગણેશન જ્યારે નાના હતા ત્યારે તેમના માતા-પિતાનું નિધન થઈ ગયું. તેમને એક બહેન છે. જેના લગ્ન થઈ ચૂક્યા છે. તે કહે છે કે, ‘મને પરિવાર ન હોવાનો અને લગ્ન ન કરવાનું કોઈ દુઃખ નથી. આ રેલવે સ્ટેશન મારું ઘર બની ચૂક્યું છે.’

જ્યારે મૃતદેહ ઉઠાવવાનું કામ ન હોય ત્યારે હું સ્ટેશન પરથી કચરો એકઠો કરું છું. તે પ્લાસ્ટિક અને કચરો વેચીને હું થોડા પૈસા કમાઈ લઉં છું. તે કહે છે કે, ‘હું જીવન અને મોત વચ્ચેનું અંતર ન કરી શકું. કેમ કે મોત મારા જીવનનો એક ભાગ બની ગઈ છે. હું આ કામ મારા છેલ્લા શ્વાસ સુધી કરીશ. એક દિવસ હું મરી જઈશ ત્યારે અન્ય કોઈ હશે જે મારા શરીરને ઉઠાવશે.’

રેલવે પોલીસના અધિકારીઓ ગણેશન અને તેના કામને પ્રોત્સાહિત કરે છે. એક અધિકારીએ જણાવ્યું કે તે ખૂબ જ ઈમાનદાર છે. તેમણે ક્યારે પણ કોઈ મૃતદેહ પરથી જ્વેલરીની ચોરી કરી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો