થાઈરોઈડ(Thyroid)ની સમસ્યા દિવસે દિવસે વધતી જઈ રહી છે. પુરુષોની તુલનામાં મહિલાઓને થાઈરોઈડ(Thyroid)નો ખતરો વધારે હોય છે. થાઈરોઈડ(Thyroid) હવે એવી બિમારી બની ગઈ છે જેનાથી આજે દરેક લોકો પીડિત છે. આ રોગ હાર્મોનલ પ્રોબ્લેમની સાથે જોડાયેલો છે. ગળામાં વોકલ કોર્ડના બંને તરફ થાઈરોઈડ ગ્રંથિ હોય છે. જેનો આકાર પતંગિયા જેવો હોય છે. જેમાંથી T3, T4 હાર્મોન નિકળે છે. જે શરીરની કેટલીક ક્રિયાઓમાં મદદ કરે છે. પરંતુ જ્યારે હવે આ હાર્મોનના કારણે થાઈરોઈડ(Thyroid)ની સમસ્યા થાય છે. ઘણી મહિલાઓ એવી હોય છે જે આ બિમારીથી છુટકારો મેળવવા માટે અલગ અલગ ઉપાયો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક તેલની મદદથી પણ તમે થાઈરોઈડ(Thyroid)ની બિમારી માટે ખુબ જ ઉપયોગી છે. તો આવો નજર કરીએ આ ઉપયોગી તેલ વિશે..
1.ચંદનનું તેલ
ચંદન આપણા શરીરને અનેક પ્રકારે ફાયદાકારક છે. આમ જોઈએ તો ચંદનનું તેલ ખુબ જ ઉપયોગી છે. તમને થાઈરોઈડની સમસ્યા છે તો આ સમસ્યા માટે આ તેલ ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
આ રીતે ઉપયોગ કરો
થોડું ચંદનનું તેલ લો
ચંદનના તેલમાં થોડું નાળિયેરનું તેલ મિક્ષ કરો
આ તેલથી તમે પેટ અને ગળા ઉપર માલિશ કરો
આ રીતે દરરોજ કરવાથી તમને આ બિમારીમાં રાહત મળશે.
2.લવિંગ તેલ
લવિંગ ખાવાથી શરીરને ખુબ જ લાભ થાય છે. તેનો ઉપયોગ ખાવામાં પણ કરવામાં આવે છે અને કેટલાક લોકો તેનો ઉપયોગ ચામાં પણ કરે છે. આ લવિંગનું તેલ થાઈરોઈડની સમસ્યા માટે ખુબ જ ફાયદાકારક છે. લોકો સામાન્ય રીતે પણ આ તેલનો ઉપયોગ માલિશ કરવા માટે કરે છે.
આ રીતે ઉપયોગ કરો
થોડું લવિંગનું તેલ લો
આ લવિંગના તેલને પગની પાની, પેટ અને ગળાના ભાગે લગાવીને માલિશ કરો
આ માલિશ થોડી મિનિટ સુધી ચાલુ રાખો
આમ કરવાથી તમને આ બિમારીમાંથી રાહત મળશે
3.લીડમ તેલ
લીડમ તેલ શરીરમાં સોજોમાં રાહત મેળવવા માટે ખુબ જ ઉપયોગ કરવામાં આવે છે. આ તેલ શરીરમાં લગાવવાથી અને માલિશ કરવાથી શરીરને ખુબ જ ફાયદો થાય છે. આ તેલનો ઉપયોગ થાઈરોઈડથી રાહત મેળવવા માટે પણ થાય છે. જોવા મળે છે કે થાઈરોઈડના દર્દીઓના ગળા સોજી જાય છે અને દુઃખાવો પણ થાય છે ત્યાર તમે લીડમ તેલની મસાજ કરી શકો છો. આ માલિશથી તમને ખુબ જ રાહત મળશે.
4.પુદીનાનું તેલ
પુદીનાનુંતેલ પણ ખુબ જ અસરકારક રહેશે. આ તેલ તમને બજારમાંથી આસાની રીતે મળી જશે. આ તેલની માલિશથી તમને થાઈરોઈડની બિમારીમાં ખુબ જ ફાયદો થશે. જેનાથી તમારો તણાવ પણ ઓછો થઈ જશે. આ તેલની માલિશથી તમને દુઃખાવામાંથી પણ રાહત મળશે.
આ રીતે ઉપયોગ કરો
પુદીનાનું તેલ લો
પુદીનાના તેલમાં સ્નાસ કરી શકાય તેટલું પાણી મિક્ષ કરો
હવે આ તેલથી પાણીના મિશ્રણથી સ્નાન કરો
તમને જણાવી દઈએ કે આ ચાર તેલ થાઈરોઈડની સમસ્યામાં મહત્વના માનવામાં આવે છે. પરંતુ આ તેલના ઉપયોગ કરતા પહેલા તમે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..