બારડોલીમાં NRI પટેલ પરિવારે સમાજને આપ્યું અનોખું દ્દષ્ટાંત, પુત્રની જાન મર્સિડીસ કે ઓડીમાં નહીં, પરંતુ રીક્ષામાં લઈ ગયા

બારડોલીમાં પટેલ પરિવારના NRI દીકરાની જાન રીક્ષામાં કાઢવામાં આવી હતી. ગ્રામજનોએ ફૂલોથી સણગાળેલી બસમાં જયારે પરિવારના સભ્યો 12 રીક્ષામાં લગ્ન મંડપમાં પહોંચ્યા હતા. આવી રીતે લગ્ન કરીને પરિવારની સમાજલક્ષી પહેલ રીક્ષા ચાલકોને રોજગાર મળે અને લગ્ન સાદગીથી થાય એવો મેસેજ સમાજને આપ્યો હતો.

વાત કરીએ કામરેજના સેવણી ગામના વૈભવી પટેલ પરિવારના લગ્નની.. સામાન્ય રીતે લગ્ન હિંદુ રીવાજ મુજબ થાય છે. આ પરિવાર પણ હિંદુ રીતરિવાજ મુજબ લગ્ન કરવા નીકળ્યો. પણ લગ્નની રીત અનોખી હતી. કેમકે ગ્રામજનો ફૂલોથી સણગારેલી બસમાં સવાર હતા. પરંતુ વરરાજા સહિત પટેલ પરિવારના 24 સભ્યો રીક્ષામાં લગ્ન મંડપે પહોંચ્યા હતા. કેમકે NRI પરિવારના દીકરાની ઈચ્છા હતી કે તેના લગ્નની જાન રીક્ષામાં જાય અને પરિવાર રીક્ષામાં જાન લઇ પહોંચ્યો હતો. NRI પરિવારના લગ્ન વૈભવી હતા પણ પટેલ પરિવાર દ્વારા સમાજ અને લોકોને એક મેસેજ આપ્યો હતો.

ફૂલોથી સણગારેલી બસ ઉભી હતી. પરિવારના સભ્યો અને ગ્રામજનો સજીધજી ઉભા હતા અને કટારબંધ 12 જેટલી રીક્ષા પણ ઉભી હતી. ત્યારે સવાલ એ ઉભો થતો હતો કે, અમેરિકાના ટેક્સાસ શહેરમાં સ્થાયી થયેલા પટેલ પરિવારના દીકરાના લગ્ન હોવાથી અને આટલી બધી રીક્ષા કેમ આવી પણ પટેલ પરિવારના દીકરાથી ઈચ્છા હતી કે તેની જાન વૈભવી ઠાઠ સાથે નહી પણ ઓટો રીક્ષામાં કાઢવામાં આવે.

પહેલા તો દીકરાની ઈચ્છા સામે પરિવાર મુંઝવણમાં હતું. પરંતુ પછી પણ તેઓ પણ રીક્ષામાં બેસી લગ્ન મંડપ સુધી જવાનું નક્કી કર્યું હતું અને પટેલ પરિવાર વરરાજા સાથે 24 જેટલા પરિવારના સભ્યો 12 રીક્ષા લઇ સાઈમંદિરથી 5 કિલોમીટર દુર લેઉવા પાટીદાર વાડી ખાતે પહોંચ્યા હતા.

પટેલ પરિવાર ખાધેપીધે સુખી હતો. વૈભવી પરિવાર એન.આર.આઈ પરિવાર છે જો દીકરાના લગ્ન વૈભવી ઠાઠ સાથે કર્યા હોત પરંતુ દીકરા શિવ પટેલની ઈચ્છા હતી કે લગ્ન ધામધુમથી થાય પરંતુ તેની જાન ઓટો રીક્ષામાં જાય કેમકે સમાજમાં બદલાવની જરૂર છે. લગ્ન અને મકાન બાંધવું ખુબ કઠીન અને અઘરું છે. મોંઘવારીના સમયમાં લગ્ન સહિતના પ્રસંગો સાદગીથી કરવા જોઈએ અને સમાજમાં એક મેસેજ જાય તેના માટે વરરાજા શિવની ઈચ્છા મુજબ પટેલ પરિવારે 12 રીક્ષા અને રીક્ષામાં પરિવારના અંગત 24 સભ્યો રીક્ષામાં બેસી લગ્ન મંડપમાં પહોંચ્યા હતા. પરિવારમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ વધુ ઉત્સાહ રીક્ષા ચાલકોમાં જોવા મળ્યો હતો. કેમકે તેમની રીક્ષા ફૂલોથી સજી ધજી વરરાજા સાથે લગ્ન મંડપે જવાની હતી.

કામરેજના સેવણી ગામના વિઠલભાઈ પટેલના ઘરે લગ્નનો રૂડો અવસર હતો. કેમકે દીકરાના લગ્ન હતા. વરરાજાની માતા, પિતા, કાકા અને બેન બનેવી સહીત પરિવારના સભ્યો ભારે ઉત્સાહ ભેર લગ્નજાનમાં જોડાયા હતા. પરંતુ વરરાજાની જાન કોઈ ઓડી કારમાં કે બી.એમ.ડબ્લ્યુમાં નહી પરંતુ ઓટો રીક્ષામાં લગ્ન મંડપે પહોંચતા વરરાજા આકર્ષકનું કેન્દ્ર બન્યા હતા. લોકો પણ વરરાજાની સાદગી પર આફરીન હતા.

કેમકે ઈંગ્લિશ લહેકામાં બોલતા વરરાજા એક સામાન્ય માણસની જેમ રીક્ષા લઇ લગ્ન કરવા નીકળ્યા હતા. પટેલ પરિવારમાં જેટલો ઉત્સાહ હતો એના કરતા વધારે ઉત્સાહ રીક્ષા ચાલકોમાં જોવા મળ્યો હતો કેમકે તેમને રોજગાર અને માન સમ્માન પરિવારે આપ્યું હતું. પટેલ પરિવારમાં દીકરાના લગ્નનો પ્રસંગ ઉત્સાહમાં ફેરવાઈ ગયો કેમકે પટેલ પરિવારે દીકરાના લગ્ન સાદગી થી કરી સમાજમાં એક દાખલો બેસાડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો