વર્ષ 2022 અંગે નાસ્ત્રેદમસે કરી છે આવી ડરામણી ભવિષ્યવાણી, એક વિનાશક પરમાણુ બોમ્બ વિસ્ફોટ થશે, મોંઘવારી આસમાને પહોચશે

નાસ્ત્રેદમસને વિશ્વના સૌથી ખ્યાતનામ ભવિષ્યવક્તા માનવામાં આવે છે. તેઓ ફ્રાન્સના હતા અને પોતાના પુસ્તક લેસ પ્રોફેટીસમાં દુનિયા અંગે 6338 ભવિષ્યવાણી કરી હતી. જે પૈકીની 70 ટકા ભવિષ્યવાણી સાચી ઠરી છે. ગત વર્ષોમાં આવેલી તકલીફો તેમની ભવિષ્યવાણી સાથે બંધ બેસતી હતો. તેમણે 2022 માટે પણ ભયાનક ભવિષ્યવાણી કરી છે. જે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

પરમાણુ બૉમ્બ ફાટશે
નાસ્ત્રેદમસેની ભવિષ્યવાણી અનુસાર, વર્ષ 2022માં એક વિનાશક પરમાણુ બોમ્બ વિસ્ફોટ થશે અને તેના કારણે વાતાવરણમાં ફેરફાર થશે. પૃથ્વીનું હવામાન બદલાશે. જેનાથી ઘણા ફેરફારો જોવા મળશે.

એસ્ટરોઇડ પૃથ્વી પર તબાહી મચાવશે
નોસ્ટ્રાડેમસની વર્ષ 2022ની આગાહી અનુસાર, એસ્ટરોઇડ પૃથ્વીના મહાસાગરમાં પડશે, જેના કારણે પૃથ્વીને ચારે બાજુથી ઘેરી લેશે તેવા ભયંકર મોજાં ઉછળશે. આ કારણે ઘણા દેશો પાણીમાં ડૂબી જાય તેવું જોખમ ઉભું થશે.

મોંઘવારી ફાટીને ધુમાડે થશે
નોસ્ટ્રાડેમસની આગાહી મુજબ 2022માં મોંઘવારી કાબુ બહાર જતી રહેશે અને યુએસ ડૉલરમાં કડાકો બોલી જશે. આગાહી મુજબ વર્ષ 2022માં સોનું, ચાંદી અને બિટકોઇનને સંપત્તિ તરીકે ગણવામાં આવશે. જેમાં લોકો વધુ નાણાંનું રોકાણ કરશે.

ભૂમધ્ય સમુદ્રમાં વિસ્ફોટ થશે
આગાહી મુજબ મેનોર્કા ટાપુની નજીક આવેલા ભૂમધ્ય સમુદ્રમાં મિસાઈલ પરીક્ષણ દરમિયાન મોટો વિસ્ફોટ થવાની સંભાવના છે.

યુદ્ધને કારણે ઇમિગ્રેશન વધશે
તેમની આગાહી સૂચવે છે કે 2022માં સશસ્ત્ર અથડામણ વધવાના કારણે વિશ્વમાં ભૂખમરો વધશે. પરિણામે વસ્તીનું સ્થળાંતર પણ વધશે. નાસ્ત્રેદમસ આગાહી કરે છે કે યુરોપના દરિયાકિનારા પર સાત ગણા માઇગ્રન્ટ્સ ડૂબી જશે અને જીવતા રહેલાને કેદ કરવામાં આવશે.

કિમ-જોંગ ઉનનું મૃત્યુ
સદીઓ પહેલા નાસ્ત્રેદમસ દ્વારા ઉત્તર કોરિયાના નેતાના મૃત્યુની આગાહી કરવામાં આવી હતી. તેમની ભવિષ્યવાણીઓનું વિશ્લેષણ કરનારા જ્યોતિષીઓનું માનવું છે કે, કિમ-જોંગ ઉન અણધાર્યા અકસ્માતનો ભોગ બનશે. જો કે, તેમનો ઉત્તરાધિકાર પહેલેથી જ નિશ્ચિત છે, કારણ કે તેમના પરિવારનો એક સભ્ય દેશનો હવાલો સંભાળશે.

આખી દુનિયામાં ત્રણ દિવસ રહેશે અંધારું
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી પ્રમાણે, વર્ષ 2022 વિનાશ અને તેના પછી શાંતિ લઈને આવશે. આ શાંતિ પહેલા આખી દુનિયામાં 72 કલાક અંધારું રહેશે. પાનખરમાં પર્વતો પર બરફ પડી શકે છે. ઘણા દેશોના યુદ્ધો શરૂ થતાંની સાથે જ સમાપ્ત થઈ જશે, એક કુદરતી ઘટના તેનો અંત લાવશે. ત્રણ દિવસના અંધકાર બાદ લોકોના જીવનમાંથી આધુનિકતા ખતમ થઈ જશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો