મહામારી દરમિયાન એક બાજુ ઘણા ડૉક્ટરે તગડી ફી લઈને પોતાના ખિસ્સા ભર્યા તો બીજી તરફ આંધ્ર પ્રદેશમાં કડાપા શહેરનો ડૉ. નૂરી પરવીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેના ક્લિનિકની ફી 10 રૂપિયા છે. હોસ્પિટલમાં દાખલ દર્દી માટે બેડનો ખર્ચ એક દિવસનો માત્ર 50 રૂપિયા છે. નૂરી વિજયવાડાના એક મધ્યમવર્ગીય પરિવારની છે. તેણે કડાપાની ફાતિમા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં MBBS કર્યું છે.
નૂરીએ કહ્યું, મેં ગરીબોની મદદ કરવા માટે કડાપાની ગરીબ વસતી વચ્ચે મારું ક્લિનિક ખોલ્યું છે. માતા-પિતાને પણ કહી દીધું છે કે હું વિજયવાડા નહિ આવું પણ અહીં રહીને જ ગરીબોની સેવા કરીશ. તેઓ મારા આ નિર્ણયથી ઘણા ખુશ છે. નૂરીના માતા પિતાએ 3 અનાથ બાળકોને દત્તક લઈને તેમનો ઉછેર કર્યો. આ બાળકોના અભ્યાસનો ખર્ચ પણ ઉઠાવ્યો.
નૂરીએ કડાપામાં 7 ફેબ્રુઆરી, 2020ના રોજ ક્લિનિક ખોલ્યું હતું. પરંતુ મહામારીની અસર વધવાને લીધે લોકોના કહેવા પર ક્લિનિક બંધ કર્યું. હજુ ક્લિનિક બંધ કર્યાને 3-4 દિવસ જ થયા હતા કે તેને પોતાના ડૉક્ટર ધર્મ યાદ આવ્યો. તેણે ફરીવાર ક્લિનિક ખોલ્યું. આ ક્લિનિક હવે 24 કલાક દર્દીઓ માટે ખુલ્લું રહે છે. એટલું જ નહિ, તેણે સ્વર્ગીય દાદાની યાદમાં નૂર ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના પણ કરી છે. આ ટ્રસ્ટ હેઠળ તે આત્મહત્યા અને દહેજ પ્રથા વિરુદ્ધ લોકોને જાગૃત કરવા માટે ડોક્યુમેન્ટરી બનાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..