આગાણી એક વર્ષમાં દેશના તમામ સ્થળો પરથી ટોલ પ્લાઝા હટાવી લેવામાં આવશે. સરકાર આ દીશામાં વિચારણા અને પ્લાનિંગ કરી રહી છે. એનો અર્થ એ નથી કે દેશ ટોલ મુક્ત થઇ જશે. ટોલ લેવામાં આવશે પરંતુ એટલો જ જેટલા કિલોમીટરની મુસાફરી તમે કરી હશે. તેનો સીધો અર્થ એ થયો કે જેટલી તમારી કાર કે વાહન ચાલશે એટલા પૈસા ચૂકવવાના રહેશે. આ પૈસા તમારા એકાઉન્ટમાંથી સીધા જ કપાઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કેન્દ્રીય સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં આ વાતને લઇને મોટી જાહેરાત કરી છે. લોકસભામાં નીતિન ગડકરીએ કહ્યું કે આગામી એક વર્ષમાં દેશના તમામ ટોલ પ્લાઝા બંધ કરી દેવામાં આવશે. હવે વાહનોમાં GPS સિસ્ટમ લગાવવામાં આવશે જેની મદદથી ટોલ ચૂકવવાનો રહેશે.
જ્યારે ટોલ પ્લાઝા નહીં હોય ત્યારે પૈસા કેવી રીતે કપાશે આ યોજના પ્રમાણે વાહનોના મૂવમેન્ટના આધારે પૈસા કપાશે. મૂવમેન્ટના આધારે બેંક એકાઉન્ટમાંથી ટોલની રકમ કાપી લેવામાં આવશે. GPSની મદદથી આવું કરવામાં આવશે. નવા કોમર્શિયલ વાહન ટ્રેકિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવી રહ્યાં છે. નવા વાહનોમાં ટ્રેકિંગ સિસ્ટમ હશે પરંતુ જૂના વાહનોનું શું ? સરકારનું પ્લાનિંગ છે કે તેઓ જૂના વાહનોમાં પણ GPS ટેક્નોલોજી ઇન્ટોલ કરાવશે.
એન્ટ્રી પોઇન્ટ પર કેમેરા લગાવવામાં આવશે અને GPSના માધ્યમથી જ્યાંથી એન્ટ્રી કરેલી છે અને જ્યાં સુધી જશો ત્યાં સુધીના જ પૈસા કપાશે. હાલના સમયમાં એક ટોલથી બીજા ટોલની વચ્ચે જેટલો ચાર્જ લાગે છે એટલો જ ટોલ તમારે આપવાનો રહેશે. પરંતુ નવી સિસ્ટમ બાદ તમારું વાહન જેટલું ચાલશે એટલા જ પૈસા આપવા પડશે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPSની આ સિસ્ટમ સરકાર તરફથી ફાઇનલ છે અને ટોલ લિંક્ડ બેંક એકાઉન્ટમાંથી જાતે જ કપાઇ જશે.
કેન્દ્ર સરકારે ટોલ પ્લાઝા પર ટોલ ક્લેક્શનને સરળ બનાવવા અને સુરક્ષીત બનાવવાની સાથો સાથ ટોલ પર લાગતી લાંબી લાઇનોથી છૂટકારો મેળવવા ફાસ્ટેગને ફરજિયાત કરી દીધો છે. હાલ જે ગાડી પર ફાસ્ટેગ નહીં હોય તેને બે ગણો વધારે ટોલ આપવો પડી રહ્યો છે. ફાસ્ટેગ લાગુ કર્યા બાદ કેસ આપવાની પણ જરૂર પડતી નથી. ફાસ્ટેગના ઉપયોગ બાદ કેશલેશ લેવડદેવડ એટલે કે ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન મળશે. સાથે જ ટોલ પર થતી ચોરી પર પણ અંકુશ આવી જશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ફાસ્ટેગના કારણે ટોલ ક્લેક્શનમાં વધારો થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..