નીતિન પટેલનું છલકાયું દર્દ- ‘હું નાણા વિનાના નાથિયા જેવો થઇ ગયો..!’ પહેલા કહ્યું હતું- હું લોકોના દિલમાં રહું છુ, મને કોઈ બહાર ના કરી શકે

આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે નવો પ્રયોગ હાથ ધરીને મુખ્યમંત્રી સહિત તમામ મંત્રી મંડળમાં મોટો ફેરફાર કરીને નવા ચહેરાને તક આપી છે. મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ હોવા છતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રી તો ઠીક નવી કેબિનેટમાં સ્થાન પણ નથી મળ્યું. એવામાં મોરબી આવેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વાતવાતમાં પોતાની વ્યથા વર્ણવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અહીંના ખોખરા હનુમાનધામ ખાતે કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતીની પ્રસિદ્ધ કહેવાત “નાણાં વગરનો નાથિયો અને નાંણે નાથાલાલ” ટાંકીને જાહેરમાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

નીતિન પટેલે જણાવ્યું કે, હું નાયબ મુખ્યમંત્રી હતો, ત્યારે મને આમંત્રણ મળ્યું હતુ. હવે હું નાણા વિનાનો નાથિયા જેવો થઇ ગયો હોવા છતાં બોલવાય છે. હોદ્દો હોય અને કોઈ બોલાવે એ નહીં, પરંતુ હોદ્દો ના હોય ને બોલવાય એ મહત્વનું છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામાં બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાજ્યની કમાન સોંપાય, તેવી અટકળોએ વેગ પકડ્યો હતો. જો કે ભાજપના મોવડી મંડળને કંઈક ઓર જ મંજૂર હતું, જેના કારણે નીતિન પટેલને આ વખતે પણ નિરાશા સાંપડી.

અગાઉ મહેસાણામાં એક કાર્યક્રમમાં લોકોને સંબોધતા નીતિન પટેલે મજાકના અંદાજમાં પોતાનો બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે, હું લોકોના દિલમાં રહું છુ, મને કોઈ બહાર ના કરી શકે. ભાજપમાં તેઓ એકલા નથી, જેમની બસ છૂટી ગઈ હોય, મારા જેવા અનેક છે. પાર્ટી હાઈકમાન્ડ નિર્ણય લે છે, જ્યારે લોકો માત્ર અંદાજો લગાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો