એક ભણેલી અને સંસ્કારી સ્ત્રી સુંદર કુટુંબ અને સમાજ ના ઘડતર અને સ્થાપના નો પાયો છે. Nivedita foundation નો જન્મ આવા જ કાેઇ વિચાર સાથે થયો છે.
મને અને મારા કુટુંબ ને જુદા જુદા દેશોની સફર અનૈ સંસ્કૃતિ વિશે અભ્યાસ કરવાનો અવાર નવાર અવસર પ્રાપ્ત થાય છે. સફર દરમ્યાન નવરાશ ની પળાેમા આપણા દેશ અને rural development and rural children education વિષે વાર્તા લાપ કરતા.
ભારતની ફક્ત ૪% વસ્તી ગ્રૅજ્યુએટ થાય છે. નિવેદીતા ફાઉન્ડેશન છેલ્લા દાયકાથી એકજ લક્ષ સાથે ૧૩૦ કરતાં વધારે સરકારી શાળાના બાળકો ને ભણવાનું ત્યાગી ન દેતા કોલેજ સુધી અભ્યાસ કરે તે માટે કામ કરે છે.
મારા કીએટીવ વ્યવસાય માંથી સમય સેટ કરી ઉમંગ સાથે બાળકાે ના શિક્ષણ માટે લગનથી કામ કરી તૃપ્ત રહું છું. આજે નિવેદિતા ફાઉન્ડેશન ની કામગીરી વીશે માહિતી આપવાનો લહાવો મળતા ખુબ જ આનંદ ની લાગણી અનુભવુ છુ.
જીવનમાં સેવા અને ત્યાગ જરૂરી છે પરંતુ સાચો આનંદ ત્યારેજ મળે છે જ્યારે એ ભાવના ભેગો પોતાના વ્યક્તિનો સાથે હોય, નીપાબેનને તેમના પતિ કમલ પટેલનો સાથ અને સહકાર ડગલે પગલે મળી રહ્યો છે જે એમની તાકાતને કામ કરવાની ઈચ્છાને બમણો વેગ આપે છે .
નિવેદિતા ફાઉન્ડેશન ની ફાઉન્ડર નીપા કમલ પટેલ જે આણંદના જાણીતાં શુક્લા પરિવાર ની દીકરી હતી . નાનપણથી ઘરમાં ખાસતો દાદા અને મમ્મી ને પોતાનાથી નાના માણસો માટે સમ્માન અને લાગણીથી વર્તન કરતાં જોતી હતી
નીપા ના જીવનસાથી કમલ પટેલ આણંદમાં જાણીતા આર્કીટેક્ચ્રર ફમ મા ઈનટીરીયર સંભાળે છે, આણંદ બોરસદ રોડ ઉપર આવેલા ફાર્મ હાઉસમાં નીપા આજુબાજુના ગરીબ અને મજુરીઆત વર્ગના બાળકોને ઘરે લઇ આવતી , તેમને નવડાવી નવા કપડા પહેરાવતી કે ક્યારેક વાંચતા લખતાં શીખવતી વળી કોઈક વાર તો તે બધાની માટે સરસ ખાવાનું બનાવી જમાડતી.
આ બધું કરવા માટે પણ તેને બાળકોના માતા પિતાની મંજુરી લેવી પડતી , છતાં તેને માનશીક સંતોષ મળતો જોઈ કમલ પટેલ પણ તેને સપોર્ટ કરતા રહેતા. આવા સમયે કોઈ એક મિત્ર સાથે નીપાને આણંદ જીલ્લામાં આવેલા સંદેસર ગામની એક ગવર્મેન્ટ સ્કુલમાં જવાનું થયું. ત્યાંની વ્યવસ્થા અને બાળકોનો દેખાવ, પહેરવેશ જોઈ તેના લાગણીશીલ મમતામય સ્વભાવને દુઃખ થયું અને તેજ ઘડીએ આવા બાળકો માટે બને તેટલું કરી છુટવાની ભાવનાનો નીપામાં જન્મ થયો . આ સ્કુલના એક ટીચર ઇલાબેન મેકવાનની સહાય થી આ સ્કૂલને સમય અને પૈસા આપવાની તૈયારી બતાવી અને આ રીતે નિવેદિતા ફાઉન્ડેશન ની શરૂઆત કરી.
દરેક સામાજીક સંસ્થાઓ માં એકલા સમય આપવાથી કામ નથી થતું , અહી પૈસા પણ અતિ મહત્વનાં બની રહે છે.
નીપાને આ કાર્યમાં સહુ પ્રથમ આર્થિક સહાય આપનારા તેના નજદીકી મિત્રો હતા જેમાં લંડનથી કુમુદ પટેલ ,કલકતાથી હિમાંશુ અજમેરા ,અમેરિકાથી ડોક્ટર મયંક ના નામ મોખરે છે . ખાસ નોધવા જેવી વાત એ છે કે જ્યારે આ ફાઉન્ડેશનું નામ રજીસ્ટર પણ નહોતું થયું ત્યારે નીપાના કાર્ય અને લગન ઉપર વિશ્વાસ મૂકી ઉપરોક્ત જણાવેલા મિત્રોએ મોટી રકમ તેના હાથમાં મૂકી હતી. અને તેમની આશાઓ અને વિશ્વાસ ઉપર ખર્યા ઉતર્યાનો આનંદ આજે નીપાને ઘણો છે .
એક સ્કુલમાં પ્રગટાવેલી આ સેવા જ્યોત બહું જ ઓછા સમયમાં આજે આણંદ તાલુકાની 130 સ્કુલોમાં પ્રજવલ્લે છે . આજે આ બધી સ્કુલોમાં આ ફાઉન્ડેશન દર વર્ષે ૨૦૦૦ બાળકોને સ્કુલ યુનિફોર્મ વિતરણ તેમજ મીશન શુઝ અંતરગત ૫૦૦૦૦ શુઝ સુધીનું વિતરણ દર વર્ષે જરૂરીઆત પ્રમાણે કરે છે. બાળકો મા રહેલી આવડત ને વિવિધ વર્ક શેાપ ના આયેાજન થકી બહાર લાવવાના અથાગ પ્રયાસ કરે છે.parents councelling work shop on regular base to reduce drop out girls and children ratio.all festival celebration and English computer basic coaching to improve their confidence level.
આ વર્ષનું મહત્વનું યોગદાન હતું ” મિશન શુઝ ” જેમાં દરેક બાળકોના પગમાં શુઝ પહેરાવવાની કાર્યવાહી હાથ ઘરી હતી.. આનું મુખ્ય કારણ છે કે આમ કરવાથી એ બાળકોને પગમાં ઈજા નાં થાય અને રોગ પ્રતિકારક શક્તિ વધે , ખાસ કરી વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત થાય. આ બધા કાર્યમાં આણંદ તાલુકાના શિક્ષણ મંત્રી થી લઇ દરેક સ્કુલનાં ટીચર પ્રિન્સીપાલનો તથા ગામના માણસો નો ભરપુર સહકાર નીપાને મળ્યો છે જે તેના કામ કરવાના જોશને બમણો કરે છે .
નીપાનું માનવું છે કે ” ગરીબીમાં જન્મેલાં બાળકને ગરીબીમાં જ મરવું જરૂરી નથી ,બાળકોની ઉન્નતી માટે નવા સમાજમાં ટટ્ટાર મસ્તકે જીવવા માટે શિક્ષણ સહુ થી વધુ જરૂરી છે ” જે બાળકોને ભણવુ છે પણ આર્થક સ્થિતિ નથી આવા વિદ્યાર્થીઓને ભણવામાં કોઈ અવરોધ ઉભો ના થાય તેની માટે નિવેદિતા ફાઉન્ડેશન બનતા પ્રયત્નો કરે છે. આ ઉપરાંત પાેતાના નિવાસ્થાને મસ્તી કી પાઠશાલા અંતરગત આસપાસ ના વસ્તાર ના ગરીબ બાળકાે ને ભણવા અને રમત ગમત ના પાઠ શીખવામા આવે છે.
બહુ ગર્વ ની બાબત છે કે નીપા પટેલના આ કાર્યની નોંધ સરકાર સુધી લેવાઈ છે , જેના પરિણામ સ્વરૂપે હાલમાં નીપાને “ક્વોલીટી માર્ક વુમન એવોર્ડ ” તેમજ ઘણી સામાજિક સંસ્થાઓ દ્વારા સન્માન પ્રાપ્ત થયું છે..
“દરેકના જીવનમાં કોઈ એક મોટીવેશન જરૂર હોવું જોઈએ જેના કારણે આપણે જે સોસાયટી પાસે થી લીધું હોય તે ફૂલ નહીતો ફૂલની પાંખડી તરીકે પાછું અર્પણ કરી શકીએ” .
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.