સોમવારથી ગુજરાતમાં પણ લોકડાઉન 4 નવા રૂપરંગ સાથે અમલી બનશે, રેડ ઝોનમાં રાત્રી લોકડાઉન, બાકીના વિસ્તારોમાં વેપાર-ધંધા આ ફોર્મ્યુલાને આધારે ખૂલશે

ગુજરાતમાં પણ લોકડાઉન 4 નવા રૂપરંગ સાથે સોમવારથી અમલી બનવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં રાત્રી લોકડાઉન રહે તેમજ બાકીના અન્ય વિસ્તારોમાં વેપાર-ધંધા કોલવામાં આવી શકે છે. જે અંગે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને વધુ એક બેઠક મળનારી છે. તેમાં અધિકારીઓ અને મંત્રીઓ હાજર રહેશે. જેમાં લોકડાઉન 4ને હળવું કરવા માટે કેવા પ્રકારની છૂટછાટ અને કેવી પ્રવૃત્તિ કરી શકાશે અને કયા કયા વેપાર ધંધા હજુ બંધ રાખવા પડશે તેની આખરી બ્યૂ પ્રિન્ટ આપવામાં આવનાર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં હળવું લોકડાઉન

લોકડાઉનમાં કોરોના–કોરોના કરીને ઘરમાં બહુ રહી લીધું હવે આર્થિક કામગીરીમાં લાગવું પડશે તેવા નિવેદનથી નાયબ મુખ્યમંત્રીએ લોકડાઉન–4 ખુબ જ હળવું અને આર્થિક પ્રવૃતિને વધુ વેગ આપતું હશે તેવું સ્પષ્ટ્રપણે જણાવી દીધું છે. તે સંજોગોમાં ગુજરાતમાં લોકડાઉન ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વધુ હળવું કરવામાં આવે અને રેડ ઝોનના પણ કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાય પણ વેપાર ધંધા ચોક્કસ સમય માટે ખુલ્લું રાખવામાં આવે તેવી શક્યતા છે. રેડ ઝોનમાં રાત્રી લોકડાઉન રાખવામાં આવે તેમ છે.

જિલ્લા વાઈઝ મળશે છૂટછાટ

કયા વારે કયો ધંધો ખુલ્લો રહેશે તેની વિધિવત જાહેરાત કરવામાં આવશે આ અંગે કોરોના ના ઝોન વાઈઝ છુટછાટ મળશે.

ધંધા અને દુકાનો વાર મુજબ શરૂ થઈ શકે

ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં વધુ પડતી છૂટછાટ આપવામાં આવી શકે. જ્યારે ધંધાકીય પ્રવૃત્તિઓનું એક લિસ્ટ બનાવવામાં આવશે અને તેમાં અઠવાડિયામાં બે દિવસમાં ડિવાઈડ કરવામાં આવશે અને કયા વારે કયો ધંધો શરૂ કરવા દેવાશે તેની જાહેરાત કરવામાં આવશે.

ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે

ખેડૂતોને અને ખેતી વિષયક પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ રીતે છૂટછાટ આપવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે. જ્યારે ગ્રીન ઝોનમાં બસ સેવા શરૂ કરાય તેવી પણ શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે.

ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બસો શરૂ થઈ શકે

જ્યારે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં સૌથી મોટી રાહત મળી શકે છે તે બસની સેવા હશે. આ ઝોનમાં બસો દોડાવવાની તૈયારીઓ કરાઈ રહી છે.

કેન્દ્ર અંતિમ મહોર મારશે બ્લૂ પ્રિન્ટ પર

CM રૂપાણીની અધ્યક્ષતામાં 17 મે બાદ લૉકડાઉન 4ની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. આ બ્લૂ પ્રિન્ટને તૈયાર કરીને દિલ્હી કેન્દ્રની મંજૂરી માટે મોકલવામાં આવશે. ત્યાર બાદ કેન્દ્રની અંતિમ મહોર બાદ આ બ્લૂ પ્રિન્ટને અમલીકરણમાં મૂકવામાં આવશે તેવું જણાવાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો