મોબાઈલ યુઝર્સ માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. મોબાઈલ યુઝર્સ જલ્દી જ 30 દિવસની વેલિડિટી ધરાવતું પ્રીપેડ પ્લાનથી રિચાર્જ કરાવી શકશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ તમામ ટેલિકોમ કંપનીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સંપૂર્ણ મહિનાના ટેરિફ પ્લાન સહિત અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. Telecom Tariff (66th Amendment) Order, 2022 અનુસાર TRAI એ અનેક યુઝર્સને ઉપયોગી એવા નિર્ણયો લીધા છે.
TRAIએ ટેલિકોમ કંપનીઓને ઓછામાં ઓછું એક ટેરિફ પ્લાન ઓફર કરવાનો આદેશ આપ્યો છે. જેની અવધિ 30 દિવસની હોય. ટેલિકોમ કંપનીઓને 30 દિવસની વેલિડિટીવાળો એક પ્લાન વાઉચર, એક સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક કોમ્બો વાઉચરની ઓફર કરવી જોઈએ. TRAI એ કહ્યું કે, કંપનીઓને ઓછામાં ઓછો એવો એક વાઉચર, એક સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક કોમ્બો વાઉચર જરૂર ઓફર કરવો જોઈએ. જેને દર મહિને એક જ તારીખે રિન્યૂ કરાવી શકાય.
Telecom Tariff (66th Amendment) Order, 2022 અમલમાં આવ્યા બાદ મોબાઈલ ફોન યુઝરને રિચાર્જ પ્લાનનાં અનેક ઓપ્શન્સ મળશે. યુઝર્સને પ્લાનમાં પૂર્ણ 30 દિવસ વેલિડિટીનો પણ ઓપ્શન મળશે.
અત્યાર સુધી ટેલિકોમ કંપનીઓ 28 અને 24 દિવસનો રિચાર્જ પ્લાન આપતી હતી. યુઝર્સની ફરિયાદ હતી કે ટેલિકોમ કંપનીઓ પૂરા મહિનાનું રિચાર્જ નથી આપતી. આનાથી યુઝર્સને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સાથે જ પૈસા પણ વધારે ખર્ચ થાય છે. TRAI એ કહ્યું કે, યુઝર્સ દ્વારા તેમણે ફરિયાદો મળી છે કે તેમણે Monthly પ્લાન માટે વર્ષમાં 13 વાર રિચાર્જ કરવું પડે છે અને એમણે છેતરપીંડી થયાનો અનુભવ થાય છે.
TRAI નાં નિર્ણય સામે ટેલિકોમ કંપનીઓએ વિરોધ કર્યો
TRAI ના આ હુકમ સામે ટેલિકોમ કંપનીઓએ વિરોધ કર્યો છે. ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે 28 દિવસ,54 દિવસ અને 84 દિવસની વેલિડિટીવાળા કોઈ પણ પ્લાનમાં બદલ કરવાથી બિલ સાઈકલીંગમાં સમસ્યાઓ આવશે. કંપનીઓનું કહેવું છે કે દર મહીને એક જ તારીખે, એક જ અમાઉન્ટનાં રિચાર્જ રીન્યુને ઓફર કરવું ટેકનીકલ રીતે શક્ય નથી. કેમ કે એવું પોસ્ટપેડ પ્લાન્સ માટે હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..