એક બે દિવસમાં નાણાકીય વર્ષ 2018-19 સમાપ્ત થઈ જશે. 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે, ઘણાં મોટા ફેરફારો થવાના છે. તેની સીધી અસર સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર પડશે. અમે તમને એવા 10 નિયમો વિશે જણાવાના છે જે 1 એપ્રિલથી ચેન્જ થવા જઈ રહ્યાં છે. જેથી તમારી પાસે કેટલાક કામ પતાવવા માટે માત્ર 4 દિવસ રહ્યાં છે. 31 માર્ચે રવિવાર હોવાને કારણે ઘણાં કામ તમે નહીં કરી શકો. જેથી 30 માર્ચે આ સમય પૂરો થઈ જશે. એપ્રિલમાં કેટલીક વસ્તુઓ સસ્તી થવાની છે તો કેટલીક મોંઘી થવાની છે.
રદ થઈ જશે પાનકાર્ડ
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો તમે 31 માર્ચ સુધી તેને લિંક ન કરાયું તો 1 એપ્રિલે તે રદ થઈ જશે. આ આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. નહીં તો આગામી નાણાકીય વર્ષમાં આઇટીઆર ફાઇલ કરી શકશો નહીં. બેન્કના કાર્યોમાં પણ સમસ્યાઓ આવશે.
તમારું કેબલ ટીવી અને ડીટીએચ કનેક્શન બંધ થઈ જશે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) ના નિયમો અનુસાર, તમારી પાસે ટીવી ચેનલ પેકેજ પસંદ કરવા માટે 31 માર્ચ સુધીનો સમય છે. આ તારીખ સુધી કેબલ ટીવી અને ડીટીએચ ઓપરેટરને ચેનલની જાણકારી ન આપી તો તે બંધ થઈ જશે.
આઈટીઆર ફાઈલ કરવાની છેલ્લી તારીખ
31 માર્ચ સુધીમાં તમારે નાણાકીય વર્ષ 2017-18 માટે ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. તેના માટે તમારે 10 હજાર રૂપિયા દંડ ચૂકવવો પડશે. જોકે ઓછી આવકવાળા કરદાતાઓ (5 લાખ સુધી આવક)ને એક હજાર રૂપિયા દંડ ચૂકવવો પડશે. તેની સાથે જ 2017-18ના રિટર્નમાં કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તેને સુધારવાની પણ છેલ્લી તારીખ 31 માર્ચ છે.
જીએસટી રીટર્ન
વેપારીઓ માટે વાર્ષિક જીએસટી વળતર ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જે વેપારીઓએ હજુ સુધી રિટર્ન નથી ભર્યું તેમના માટે બહુ ઓછાં દિવસ રહ્યાં છે. આ હેઠળ વેપારીઓએ વેચાણ, ખરીદી અને ઇનપુટ ટેક્સ ક્રેડિટની સંપૂર્ણ જાણકારી આપવાની હોય છે.
શું મોઘું થશે
1 એપ્રિલથી વાહનોમાં ઉપયોગમાં લેવાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઈપ નેચરલ ગેસ (PNG) મોંઘુ થવાની ધારણા છે. નેચરલ ગેસની કિંમતોમાં 18 ટકા સુધી વધારો થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની ધારણા છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડો નહીં થાય. એવામાં દેશની સરકારી ઓઈલ કંપનીઓ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કરી શકે છે.
કાર-બાઇક મોંઘા થશે
1 એપ્રિલથી કાર ખરીદવી મોંઘી પડશે. ટાટા મોટર્સ, જગુઆર લેન્ડ રોવર ઇન્ડિયા અને ટોયોટા કિર્લોસ્કર મોટર્સે કારની કિંમતોમાં વધારો કરવાનો એલાન કર્યો છે. ઘણી કાર અને બાઇક કંપનીઓએ આ માટે જાહેરાત કરી દીધી છે. વાહનો લગભગ 25 હજાર રૂપિયા સુધી મોંઘા થવાની ધારણા છે.
શું સસ્તુ થશે
ઘર ખરીદવું સસ્તું થશે
1 એપ્રિલ 2019થી મકાન ખરીદવું સસ્તુ થઈ જશે. જીએસટી કાઉન્સિલે 24 ફેબ્રુઆરી અને 19 માર્ચે થયેલી અગાઉની મીટિંગમાં અંડર કંસ્ટ્રક્શન મકાનો પર જીએસટી દરને ઘટાડી એક ટકા કરી દેવાયું છે. અન્ય શ્રેણીના મકાનો પર ટેક્સની દર ઓછી કરીને પાંચ ટકા કરી દેવામાં આવી છે.
સસ્તું થશે જીવન વીમા ખરીદવું
જીવન વીમા ખરીદવું સસ્તું થવા જઈ રહ્યું છે. આ નવા બદલાવથી સૌથી વધારે ફાયદો 22થી 50 વર્ષના લોકોને થશે. 1 એપ્રિલથી કંપનીઓ મૃત્યુ દરના નવા આકંડાઓનું પાલન કરશે. અત્યાર સુધી વીમા કંપનીઓ 2006-08ના ડેટાનો ઉપયોગ કરી રહી હતી. જે હવે બદલીને 2012-14નું થઈ જશે.
લોન સસ્તી થશે
એપ્રિલથી બધાં પ્રકારના લોન સસ્તા થઈ જશે. કેમ કે બેન્ક હવે એમસીએલઆરની જગ્યાએ આરબીઆઈ દ્વારા નક્કી કરેલાં રેપો રેટના આધારે લોન આપશે. તેનાથી બધાં પ્રકારના લોન સસ્તા થવાની આશા છે. બેન્ક તેમના લોનની સરખામણી જુદા જુદા બેન્ચમાર્કથી કરે છે. જે ગ્રાહકોની લોન માર્જિનલ કોસ્ટ ઓફ લંન્ડિગ રેટ બેન્ચમાર્કથી જોડાયેલા છે તેમની લોનમાં કમી આવશે. તે સિવાય બેન્ચમાર્ક પ્રાઇમ લેંન્ડિગ રેટ કે પછી બેસ રેટથી જોડાયેલી લોન ઉપર આ કાપની કોઈ અસર નહી થાય.
નવા નિયમ લાગુ થશે
આપમેળે ટ્રાન્સફર થઈ જશે EPFO
1 એપ્રિલથી એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) મોટા ફેરફારો લાગુ કરી શકે છે. નવા નિયમ હેઠળ, હવે નોકરી બદલવા પર તમારું પીએફ આપમેળે ટ્રાન્સફર થઈ જશે. એટલે કે નોકરિયાત લોકોએ નોકરી બદલવા પર પીએફ અમાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે અરજી નહીં કરવી પડે. અત્યારે યૂનિવર્સલ એકાઉન્ટ નંબપ (યૂએએન) રાખવા છતાં પીએફ અમાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે અરજી કરવી પડે છે.
આવકવેરાના નિયમો બદલાશે
1 એપ્રિલથી, આવકવેરાના નવા નિયમો લાગુ થશે. તેની આ વખતે અંતરિમ બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. તેમાં પાંચ લાખ રૂપિયા કર મર્યાદા પર ટેક્સ નહીં, સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયા, બેન્કમાં જમા કરવા પર 40 હજાર સુધી વ્યાજ ટેક્સ ફ્રી, ભાડાં પર ટીડીએસની મર્યાદા 2.40 લાખ વગેરે સામેલ છે.
ગાડીઓમાં લાગશે હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ
વાહન ઉત્પાદકો માટે, એપ્રિલ 2019થી હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) આપવી ફરજિયાત છે. આ નંબર પ્લેટ વિના ગાડી શોરૂમથી બહાર નીકળશે નહીં. તેને મેળવવા માટે પરિવહન વિભાગમાં લાઇન લગાવીને રાહ જોવી પડશે નહીં.
રેલ્વે જાહેર કરશે એક જ પીએનઆર
1 એપ્રિલથી ભારતીય રેલ્વે પેનન્જરને લિંક કરેલો પીએનઆર જાહેર કરાશે. જેનાથી યાત્રીને મુસાફરી દરમિયાન બીજી ટ્રેનમાં મુસાફરી કરવા પર એક જ પીએનઆર મળશે. આમાં જો ટ્રેન કોઈ કારણોસર મોડી પડી તો કનેક્ટિંગ ટ્રેન માટે ટિકિટ રદ કરવાના પૈસા નહીં લાગે. આનાથી યાત્રીઓને સરળતાથી રિફંડ પણ મળી જશે.
લાગશે સ્માર્ટ પ્રીપેડ મીટર
1 એપ્રિલથી સ્માર્ટ પ્રીપેડ મીટર લાગવાના શરૂ થઈ જશે. જેનાથી ગ્રાહક મોબાઈલ રિચાર્જની જેમ પ્રીપેડ ઈલેક્ટ્રિસિટી રિચાર્જ પણ કરાવી શકશે. તેના કારણે 30 દિવસમાં વિજળીનું બિલ ભરવાનો નિયમ ખતમ થઈ જશે. ગ્રાહક જેટલી વિજળી યુઝ કરશે, એટલું જ રિચાર્જ કરાવી શકશે.