હવે તમારે નવું પાનકાર્ડ બનાવવા માટે 2 પેજનું ફોર્મ ભરવાની જરૂર નથી. આવકવેરા વિભાગ એક ખાસ સુવિધા લઇને આવી રહ્યું છે, જે અંતર્ગત જો કોઈ કરદાતા પાસે આધાર હશે તો તેને વિના મૂલ્યે પાન કાર્ડ આપવામાં આવશે. ઇન્સ્ટન્ટ ઇ-પાન કાર્ડ એપ્લિકેશન માટે તમારી પાસે ફક્ત આધાર કાર્ડ હોવું જરૂરી છે. ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTPની મદદથી e-KYC પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી નવું પાન કાર્ડ આપી દેવાશે.
નવો પર્મેનન્ટ અકાઉન્ટ નંબર ફક્ત 10 મિનિટમાં જ PDF ફોર્મેટમાં અરજદારને આપી દેવામાં આવશે. e-PAN પણ પાન કાર્ડની ડિજિટલ કોપી જેટલું જ વેલિડ ગણાશે. જો કે, જો તમે લેમિનેટેડ પાન કાર્ડ બનાવવા માગતા હો તો 50 રૂપિયા ખર્ચીને પ્રિન્ટ કોપી પણ મગાવી શકો છો. ઓનલાઇન માધ્યમથી પાન કાર્ડ માટે અરજી કરવાની પ્રોસેસ જાણીએ.
આ છે પ્રોસેસ
- ઓનલાઇન પાન કાર્ડ માટે અરજી કરવી હોય તો તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના e-Filing પોર્ટલ પર જવું પડશે. આ પોર્ટલ પર Instant PAN through Aadhaar સેક્શનમાં જાઓ અને ડાબી બાજુએ આપવામાં આવેલી Quick Links પર ક્લિક કરવાની રહેશે.
- આ જ પેજ પર Get New PANના ઓપ્શન પર ક્લિક કરો.
- અહીં ક્લિક કર્યા પછી તમારે તમારો આધાર નંબર આપવો પડશે અને OTP જનરેટ કર્યાં બાદ કેપ્ચા કોડ નાખવાનો રહેશે. ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે, જેને તમારે વેલિડેટ કરવાનો રહેશે.
- નેક્સ્ટ સ્ટેપમાં તમારે આધાર ડિટેલ્સ વેલિડેટ કરવાની રહેશે.
- પાન કાર્ડની અરજી કરવા માટે તમારે E-mail ID પણ વેલિડેટ કરવાની જરૂર છે.
- યુનિક આઇડેન્ટિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)થી e-KYC ડેટા વેલિડેટ કર્યા બાદ તમને ઇન્સ્ટન્ટ પિન આપી દેવામાં આવશે. કુલ મળીને આ પ્રોસેસ પૂરી કરવામાં તમારે 10 મિનિટ પણ નહીં આપવી પડે.
- નેક્સ્ટ સ્ટેપમાં Check Status/ Download PANના વિકલ્પ પર ક્લિક કર્યા બાદ સરળતાથી PDF ફોર્મેટમાં તમે તમારું પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. જો તમારું E-mail ID તમારા આધાર ડેટાબેઝમાં રજિસ્ટર હશે તો તમને E-mail પર પણ નવું e-PAN મોકલી દેવામાં આવશે.
- પાન કાર્ડ આપવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક ખાસ સિસ્ટમ બનાવવામાં આવી છે. આમાં તમારે પોર્ટલ પર કોઈ ડોક્યૂમેન્ટ અપલોડ કરવાનો રહેશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..