જયપુર પોલીસે મામી પર બળાત્કારના આરોપમાં ભાણાની ધરપકડ કરી છે. આ આરોપી 5 મહિનાથી ફરાર હતો. શિપ્રાપથ પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે પોતાની સુઝબુઝથી રવિવારે રીટની પરીક્ષા આપવા આવેલા આરોપીની ધરપકડ કરી છે. શિપ્રાપથ પોલીસે બળાત્કારના આરોપમાં રામબાબુ પંવારની ધરપકડ કરી છે. રામબાબુ પર પોતાની જ મામી પર દુષ્કર્મનો આરોપ છે. મામીએ ફરિયાદ નોંધાવી હતી કે પતિની ગેરહાજરીમાં આરોપીએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપી છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો.
આરોપીની ધરપકડ માટે ગઠિત ટીમ દ્વારા શોધ કરવા છતા આરોપીની કોઇ ભાળ મળી ન હતી. આરોપીનો પોતાના પરિવાર સાથે પણ સંપર્ક ન હતો. ઘણી શોધ કર્યા પછી શિપ્રાપથ પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલને સાબિતી હાથ લાગી હતી કે જયપુરમાં રહીને આરોપી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. કોન્સ્ટેબલે આરોપીના ગામ જમવારામગઢ જઈને માહિતી મેળવી હતી અને જાણ થઇ કે આરોપી રીટની પરીક્ષા આપવાનો છે. પોલીસે આરોપીના પરીક્ષા કેન્દ્રની જાણ થઇ હતી અને અલવરના બડોદા મેવ સ્થિત પરીક્ષા કેન્દ્રથી ધરપકડ કરી હતી.
કોન્સ્ટેબેલે સૌથી પહેલા સાઇબર કાફેમાંથી જમવારામગઢની પંતાયતમાંથી બધા રાશનકાર્ડ ધારકોની યાદી મેળવી હતી. આરોપીના પિતાનું રેશનકાર્ડ મળ્યું જેમાં આરોપીનું નામ જોડાયેલું હતું. આરોપીના આધાર નંબર અને ગેસ સર્વિસથી જન્મ તારીખ અને મોબાઇલ નંબર મેળવ્યો હતો. પોલીસે આ આધાર પર આરોપીનું પ્રવેશ પત્ર મેળવ્યું હતું. ખાસ વાત એ છે કે રવિવારે રીટની પરીક્ષા આપવા પહોંચેલા આરોપીની બંને લેવલની પરીક્ષા હતી. જેથી પોલીસે આખો દિવસ પરીક્ષા કેન્દ્રની બહાર રાહ જોવી પડી હતી. સાંજે પરીક્ષા પુરી થયા પછી જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
15 વર્ષની પુત્રી પર પિતાએ પાડોશી સાથે મળી બળાત્કાર કર્યો
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પિતાનો ક્રુર ચહેરો સામે આવ્યો છે. પિતા પાડોશી સાથે મળીને પોતાની 15 વર્ષની પુત્રી પર બળાત્કાર કરી રહ્યો હતો. પુત્રી ગર્ભવતી થતા આ ખુલાસો થયો હતો. તેણે દાદી સાથે મળીને પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. ખજરાના પોલીસ જણાવ્યું કે શનિવારે સગીર યુવતી દાદી સાથે પોલીસ સ્ટેશન આવી હતી. વૃદ્ધ મહિલાએ પોલીસને જણાવ્યું કે તેની પૌત્રી ગર્ભવતી છે. પોલીસે આ વિશે સગીરા સાથે વાતચીત કરી હતી. સગીરાની પૂછપરછમાં પોલીસને માહિતી મળી કે પિતા અને પાડોશીએ બળાત્કાર કર્યો છે. બંને સગીરાને ડરાવી-ધમકાવી ઘણા દિવસોથી બળાત્કાર કરી રહ્યા હતા. પૂછપરછમાં સગીરાએ જણાવ્યું કે તેના પિતા અને પાડોશી સોનુ આ વર્ષે માર્ચ મહિનાથી બળાત્કાર કરી રહ્યા હતા. પહેલા તો તેમની ધમકીથી ડરી ગઈ હતી પણ જ્યારે ગર્ભવતી બની તો હિંમત ભેગી કરીને આ વાત દાદીને જણાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..