પંચમહાલમાં MGVCLની ઘોર બેદરકારી, ખેડૂતે નવા મીટર માટે અરજી આપી તો સીધું બિલ મોકલી દેવાયું

પંચમહાલમાં ખેડૂતે નવા મીટર માટે અરજી આપી તો MGVCL દ્વારા સીધું બિલ મોકલી દેવાયું, મીટર આવ્યું નથી અને ફિક્સ ચાર્જના નામે 120 રૂપિયાનું બિલ મોકલી દેવાતા વિવાદ

એક ખેડૂતને આપ્યું વગર મીટરે વીજ બિલ
ગુજરાતમાં MGVCLની બેદરકારી સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ખેડૂતને વગર મીટરે બીલ મોકલવામાં આવ્યું છે. ખેડૂતે નવા મીટર માટે અરજી આપી હતી. જેની જગ્યાએ MGVCL દ્વારા સીધું બિલ મોકલી દેવામાં આવ્યું છે. મીટર આવ્યું નથી અને ફિક્સ ચાર્જના નામે 120 રૂપિયાનું બિલ મોકલી દેવાતા વિવાદ સામે આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

દેવભૂમિ દ્વારકામાં પણ ખેડૂતો લાઈટની સમસ્યા
સરકાર દ્વારા 10 અને 12 કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવે છે. જોકે હજુ પણ કેટલાક એવા ગામ છે, જેમાં વીજળી ન મળવાના કારણે લોકો પરેશાન થાય છે. ખંભાળિયા તાલુકાના જાકસીયા ગામમાં છેલ્લા ઘણા સમયથી વીજળીના પ્રશ્નોને લઈ ખેડૂતોને હાલાકી થઈ રહી છે. આ ગામમાં માત્ર 2 કલાક જ વીજળી અપાતી હોવાનું ખેડૂતોએ જણાવ્યું. ત્યારે આજે ખેડૂતોએ ખંભાળિયાના કાર્યપાલ ઈજનેરને રજૂઆત કરી. કાર્યપાલ ઈજનેર તાત્કાલિક વીજળીના પ્રશ્નના નિરાકણનું આશ્વાસન આપ્યું છે.

ખેડૂતોએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી
ખેડૂતોએ કહ્યું કે, અમારા ગામ સહિત આસપાસના વિસ્તારમાં માત્ર 2 કલાક લાઈટ મળે છે. ઊર્જા મંત્રી ટીવી પર તો સુફિયાણી વાત કરે છે. ગામડાઓમાં 10 કલાક લાઈટ મળતી હોવાની વાત કરી રહ્યા છે. પરંતુ ઊર્જા મંત્રીને અમે કહેવા માગીએ છીએ કે, ગામડામાં આવીને જુઓ કેટલા કલાક લાઈટ આવે છે. અમે છેલ્લી વખત રજૂઆત કરવા માટે પહોંચ્યા છીએ. હવે જો અમારી માગણી સ્વિકારી નહીં તો, કોઈપણ રજૂઆત વગર ઉગ્ર આંદોલન થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો