બિહારના મુંગેરમાં પંચાયત ચૂંટણી જીત્યા બાદ નક્સલીઓને પાર્ટી નહીં આપવાનું નવા સવા ચૂંટાયેલા સરપંચમાં ભારે પડ્યું છે. નક્સલીઓએ સરપંચ પરમાનંદ ટુડ્ડુનું ગળું કાપીને હત્યા કરી નાખી છે. આ ઘટના બાદ ગ્રામલોકોમાં ખૂબ ગુસ્સો છે. જોકે, આખુ ગામ દહેશતના કારણે ચૂપ છે. પરમાનંદ ટુડ્ડુએ હાલમાં જ સરપંચ પદના શપથ પણ નહોતા લીધા.
આ ઘટના જિલ્લાના લડૈયા ટાંડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના પહાડથી ઘેરાયેલા આજિમગંજ પંચાયતના મથુરા ગામની છે. જ્યાં નક્સલીઓએ ગત રાતે સરપંચ પરમાનંદ ટુડ્ડુના શપથગ્રહણ પહેલા હત્યા કરી દીધી હતી. હત્યા પાછળ ચૂંટણી જીત્યા બાદ સરપંચ તરફથી પાર્ટી ન આપી હોવાનું જણાવાય છે.
સરપંચના પુત્ર અભિષેકે પોલીસને જણાવ્યું કે, મોડી રાતે અડધો ડઝન જેટલા નક્સલીઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા. તેમણે પહેલા મારા પપ્પાને ઉઠાવ્યા અને ખેંચવા લાગ્યા. નક્સલીઓએ કહ્યુ ચૂંટણી જીત્યા છો, પાર્ટી આપો. પપ્પા કઈ બોલે તે પહેલા તેમને ઢસડીને બહાર લઈ આવામાં આવ્યા અને ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી. દિકરાએ કહ્યું કે, તેના પપ્પા 31 ડિસેમ્બરે સરપંચ પદના શપથ લેવાના હતા. પણ તેની પહેલા જ નક્સલીઓએ તેમની હત્યા કરી નાખી. અમારો આખો પરિવાર હાલમાં ડરેલો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..