ગોંડલ શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી વૃક્ષારોપણ, પ્રાણી-પક્ષીની સારવાર અને પર્યાવરણ સંરક્ષણ, સર્પ સંરક્ષણ, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય આપવાની ઉમદા પ્રવૃત્તિ કરી રહેલ હિતેશભાઈ દવે અને તેમના પરિવારજનોના દીકરી અંજલીના શુભલગ્નનો પ્રસંગ આવતા તેમણે અંજલીની ઈચ્છા મુજબ અને પિતા યોગેશભાઈ અને માતા બિંદીયાબેનના માર્ગદર્શનથી લગ્નપ્રસંગે આવેલી ચાંદલાની તમામ રકમ વૃક્ષ વાવેતર, પ્રાણી-પક્ષી, સારવાર અને સેવા કાર્યમાં વાપરવાનો સંકલ્પ કર્યો છે.
ગોંડલ શહેર અને આસપાસના 100 ગામડાઓમાં આ પરિવાર હિતેશભાઈ દવેના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ, વૃક્ષ વિતરણ, ઘાયલ પ્રાણી પક્ષીની સારવાર, ગરીબ વિદ્યાર્થીઓને, ગરીબ પરિવારોને શૈક્ષણિક આર્થિક, અનાજ દવા તેમજ તબીબી સહાય સાથે સર્પ સંરક્ષણ પ્રદૂષણ નિવારણ વગેરે કરે છે. તેઓ અનેક ક્ષેત્રમાં છેલ્લા 35 વર્ષથી અવિરત સેવા કરી રહ્યાં છે . આ અમૂલ્ય સેવાકાર્યમાં હિતેશભાઈ દવેની સાથે તેમના ભાઈ યોગેશ દવે, હરેશ દવે પરિવારની મહિલાઓ પરિવારના નાના મોટા બાળકો તમામ સભ્યો માનવસેવા પ્રકૃતિસેવાના કાર્યોમાં સહભાગી થઈ રહેલા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..