શિયાળામાં ત્વચા પર થતા સોરાયસિસથી છૂટકારો મેળવવા અજમાવો આ દેશી નુસખા, થોડાક દિવસમાં જોવા મળશે ફરક, જાણો અને શેર કરો

સોરાયસિસ (psoriasis) ત્વચાથી જોડાયેલી એક બીમારી છે. તે સામાન્ય રીતે ડ્રાય વાતાવરણ એટલે કે શિયાળામાં (Winter) થાય છે. તેમા સ્કિનના સેલ્સ વધવાથી ત્વચા પર લાલ તેમજ સફેદ રંગના ધબ્બા પડવા લાગે છે. સાથે જ સ્કિન (Skin) પર પોપડી નીકળવા લાગે છે. એવામાં બળતરા, ખંજવાળ (Itching) અને દુખાવાનો પણ સામનો કરવો પડે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમને વિશ્વ સોરાયસિસ દિવસ તેનાથી રાહત મેળવવા માટે કેટલાક દેશી ઉપાય (Home remedy) અંગે જણાવીશું.

એલોવેરા જેલ (Alo vera)

એલોવેરા જેલ, જે ઔષધીય અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મોથી ભરપુર છે, તે ત્વચા માટે ખૂબ અસરકારક છે. લેવેન્ડર તેલના થોડા ટીપાંને 1 ચમચી એલોવેરા જેલમાં મિક્સ કરીને અને અસરગ્રસ્ત વિસ્તારમાં માલિશ કરવાથી સોરાયસિસથી રાહત મળે છે. ત્વચા ઉંડે સુધી પોષણ મળે છે. આવી સ્થિતિમાં ડ્રાય, લાલાશ, ખંજવાળ જેવી સમસ્યાથી રાહત મળે છે.

એપ્પલ સાઇડર વિનેગર (Apple Side vinegar)

તેમાં એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટી વાઇરલ ગુણ હોય છે, તે આરોગ્ય સાથેની ત્વચા માટે પણ ફાયદાકારક છે. સોરાયસિસ ત્વચાને બળતરા, ખંજવાળ, પીડા અને લાલ ફોલ્લીઓનું કારણ બને છે. આ સ્થિતિમાં, તેનો ઉપયોગ આ સમસ્યાથી છૂટકારો શકે છે. તેનો ઉપયોગ કરવા માટે, એક બાઉલમાં 1/2 કપ પાણી અને 2 ચમચી એપ્પલ સાઇડર વિનેગર મિક્સ કરો. જેને તમે રૂની મદદથી 15 મિનિટ સુધી હળવા હાથે માલિશ કરો. બાદમાં તેને નવશેકા પાણીથી સાફ કરો. આ મિશ્રણને અઠવાડિયામાં 2 વાર લગાવવાથી ફરક પડે છે.

ગુલાબજળ અને હળદર (Rose water and Turmeric)

1 ચમચી ગુલાબજળમાં એક ચપટી હળદર મિક્સ કરો અને તેને સોરાયસિસ હોય ત્યાં લગાવો. આ ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાઇરલ, એન્ટી સેપ્ટિક ગુણધર્મ સાથે હળદર ત્વચાને ઠંડા અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દિવસમાં 2 વખત આ પેસ્ટ લગાવવાથી ફાયદો થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો