ગુજરાતની જનતા માટે સારા સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વિક્રમજનક સ્તરે પહોંચી છે. નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન શરૂ કરતાં તેમાંથી 1.79 લાખ ક્યૂસેક પાણીનો આવરો થઇ રહ્યો છે. જેને પગલે ડેમની સપાટી તેના રૂલ લેવલ 131 મીટરથી વધીને અત્યાર સુધીની સૌથી વધુ 132.61 મીટરે પહોંચી છે. જેના પગલે એનસીએ દ્વારા ડેમના 11 દરવાજા ખોલી 1.21 ક્યૂસેક પાણી છોડવામાં આવતાં હાલમાં કેવડિયા નજીકનો ગોરા બ્રીજ પાણીમાં ગરકાવ થયો છે.
સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસ માં વરસાદ અને માધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇનો દ્વારા પાણી છોડતા નર્મદા બંધમાં 1,79,892 ક્યુસેક પાણી ની અવાક થઇ રહી છે. જેને પગલે નર્મદા બંધની જળ સપાટી 132.61 મીટર થઇ છે. નર્મદા બંધન 9 ગેટ ખોલવામાં આવ્યા છે અને જેનાથી 1,21,400 ક્યુસેક પાણી ગેટમાંથી છોડવામાં અવી રહ્યું છે. નર્મદા બંધ ના ટર્બાઇન સહીત નર્મદા નદીમાં હાલ 1,79,664 ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને જેને પગલે ગોરા ખાતે આવેલ બ્રિજ ડૂબી ગયો છે. ગોરા બ્રિજ ઉપરથી 3 મીટરથી પાણી વહી રહ્યું છે. ગોરા બ્રિજ ડૂબી જતા હાલ અવરજવર બંધ થઇ ગઈ છે.
1 મહિનામાં નર્મદા ડેમના 139 મીટર ભરવામાં આવશે
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વિક્રમજનક સ્તરે પહોંચી છે. સરદાર સરોવરની જળ સપાટી 132.60 મીટરને પાર કરી ગઈ છે. ત્યારે કેવડિયા ખાતે ગઇકાલે કાર્યક્રમમાં CM રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવામાં NCAની સંમતિ જરૂરી નથી. તેમજ ટેકનીકલ અભિપ્રાય સાથે તકેદારી રાખીને 138 મીટર સુધી પાણી ભરવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું કે, અગાઉ ડેમમાં 131 મીટરની સપાટી સુધી પાણી ભરવા નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ મંજૂરી આપી હતી. હાલ નર્મદા બંધનું કામ પૂર્ણ થઈ ગયું છે. આથી 131થી 139 મીટર સુધી પહોંચવા માટે તબક્કાવાર ડેમ ભરવાનો છે. 139 મીટર સુધીનું બાંધકામ નવું હોવાના કારણે તબક્કાવાર ડેમ ભરવાનો છે. આગળના 1 મહિનામાં નર્મદા ડેમને 139 મીટર સુધી ભરવાનું આયોજન છે. જો મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હજુ વરસાદ પડે તો 139 મીટર સુધી ડેમ ભરાશે.
1000માં 5 કિલોમીટર સુધી રિવર રાફટિંગ કરાવાશે
અમદાવાદની એજન્સી દ્વારા એમઓયુ કરી આ સાઈડ વિકસાવવામાં આવી છે. હાલ 5 કિમિ લાંબી રાફટિંગ કરવામાં આવશે. ભવિષ્યમાં ગરુડેશ્વર વિયર ડેમ એટલે કે 15 કિમિ સુધી લાંબી આ રિવર રાફટિંગ દ્રાઈવ કરાવવા માં આવશે. એક વ્યક્તિ ના 1000 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.