દીકરીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘરે દીકરીનો જન્મ થાય તો કહેવાય છે કે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા. ત્યારે આ લક્ષ્મીરૂપી દીકરીના વધામણાં કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના પરિવારે અનુકરણીય પગલું ભર્યું છે.
નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજભાઈ પટેલ અને પુત્રવધુ ચાર્વીબેન પટેલના ઘરે દીકરીનો જન્મ થયો છે. શિવરાજભાઈ પટેલ અને ચાર્વીબેન પટેલની દીકરી નિષ્ઠાની ખોડલધામમાં રજત તુલા કરાઈ હતી. દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે નરેશભાઈ પટેલના પરિવારે શિવરાજભાઈ અને ચાર્વીબેનની દીકરી નિષ્ઠાને મા ખોડલના ચરણોમાં રમતી મુકીને ચાંદીથી તુલા કરવામાં આવી હતી. દીકરી જન્મની ખુશીમાં નરેશભાઈ પટેલના પરિવારે રજતતુલા કરીને દીકરીના વજન બરાબર ચાંદી માં ખોડલના ચરણોમાં સમર્પિત કરી હતી.
શિવરાજભાઈ અને ચાર્વીબેનની દીકરી નિષ્ઠાની રજત તુલા કરીને આ ચાંદી ખોડલધામ ટ્રસ્ટને અર્પણ કરી સમાજને એક અનોખો વિચાર અને પ્રેરણા પૂરી પાડી છે. નરેશભાઈ પટેલના પરિવારે આ અનુકરણીય પગલું ભરીને સમાજને દીકરી જન્મનું મહત્વ સમજાવ્યું છે. દીકરી જન્મની ખુશીમાં પરિવારે રજત તુલા થકી સમાજને એક નવી દ્રષ્ટી અને રાહ ચીંધ્યો છે.
આ પણ વાંચજો..