લોકડાઉન પુરું થતા પહેલાં પ્રધાનમંત્રી મોદી ફરી દેશને સંબોધિત કરે તેવી શકયતા, કાલે મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા

કોરોનાવાઈરસના સંક્રમણને રોકવા માટે લાગુ 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન 14 એપ્રિલે પુરુ થઈ રહ્યું છે. આ પહેલા 9 રાજ્યો લોકડાઉન વધારવાની માંગ કેન્દ્ર સરકારને કરી ચૂક્યા છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાને લઈને ચોથી વખત દેશને સંબોધિત કરી શકે છે. વડાપ્રધાનનું શનિવારે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફોરન્સિંગ પણ થનાર છે. મોદીએ 24 માર્ચે તેમના બીજા સંબોધનમાં 21 દિવસના લોકડાઉનન જાહેરાત કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક ફેરફારની સાથે લોકડાઉનને વધારવામાં આવી શકે છે. રાજ્યોમાં જરૂરી સેવાઓને છોડીને પ્રતિબંધ ચાલુ રહેશે. સ્કુલ-કોલેજે અને ધાર્મિક સ્થળો બંધ રહે તેવી શકયતા છે. થોડા દિવસો પહેલા જ સાંસદો સાથેના વીડિયો કોન્ફોરન્સિંગમાં મોદી એ વાતને સ્પષ્ટ કરી છે કે દેશ સોશિયલ ઈમરજન્સીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે, સરકાર માટે હાલ દરેકનો જીવ બચાવવો તે પ્રાથમિકતા છે. એવામાં લોકડાઉનને એક સાથે હટાવી ન શકાય. કોરોનાના સંકટ પહેલા અને પછીની જીંદગી એક જેવી નહિ હોય.

કેટલાક સેકટરોને છૂટ આપી શકે છે સરકાર

લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થાને ખાસ નુકસાન થઈ રહ્યું છે, એવામાં કેટલાક સેકટરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની શરતે લોકડાઉનમાંથી છુટ આપવામાં આવી શકે છે. જ્યારે આરબીઆઈએ તેના રિપોર્ટમાં કોરોના સંકટની વચ્ચે અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો આવવાની શકયતા વ્યક્ત કરી છે. લોકડાઉનમાં સૌથી વધુ અસર એવિએશન સેકટર પર પડી છે. એવામાં સરકાર એરલાઈન્સ કંપનીઓને ઉડાન શરૂ કરવાની છૂટ આપી શકે છે, જોકે તેમણે તમામ કલાસમાં વચ્ચેની સીટ ખાલી રાખવી પડશે.

ઓરિસ્સાએ વધાર્યું લોકડાઉન

સૂત્રોએ કહ્યું કે, આવશ્યક સેવાઓને છોડીને આંતરરાજ્ય આવન-જાવન પ્રતિબંધિત રહેવાની સંભાવના છે. ઓરિસ્સાએ ગુરુવારનાં પીએમ મોદી અને મુખ્યમંત્રીઓની બેઠકનાં 2 દિવસ પહેલા 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારી દીધું છે. આવું કરનારું તે પહેલું રાજ્ય છે. તેલંગાનાનાં સીએમ ચંદ્રશેખર રાવ સહિત અન્ય સીએમે પણ ચાલી રહેલા લોકડાઉનને વધારવાની ભલામણ કરી છે.

અનેક રાજ્યો લોકડાઉન વધારવાની તરફેણમાં

મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે જો જરૂરિયાત પડી તો તેમની સરકાર લોકડાઉન વધારશે, જ્યારે રાજસ્થાનમાં સીએમ અશોક ગહેલોતે કહ્યું કે, રાજ્યમાં લોકડાઉનને તરત પાછું ના લઇ શકીએ અને આની તબક્કાવાર ખત્મ કરવું જોઇએ. આ સાથે જ પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું છે કે તેમને લાગે છે કે લોકડાઉન અત્યારે ચાલું રહેવું જોઇએ. રાજ્ય મંત્રીમંડળ આ વિશે શુક્રવારનાં નિર્ણય લેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો