જામનગર: સ્વામિનારાયણ સંપ્રદાયના આરંભડાના તપોમુર્તી શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદ દાસજીએ અક્ષરમાર્ગે પ્રયાણ કરતા ભાવિકોમાં ધેરા શોકની લાગણી પ્રસરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદદાસજી ગુરૂ પુરાણી સ્વામી ગોપાલ જીવનદાસજી(આરંભડાવાળા) તા.30ના પ્રભુ સ્મરણ કરતા અક્ષરધામ પધાર્યા હતા.
સદગતની અંતિમયાત્રા તા.31 જાન્યુ.ના સવારે 11 કલાકે જામનગર નજીક નાધેડીમાં આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળમાં રાખવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,તેઓએ છેલ્લાં 55 વર્ષથી અન્નનો ત્યાગ કર્યો હતો. 6 વિષયના સંસ્કૃતના આચાર્ય એવા પૂજય ગુરૂજી દરિયા કિનારે આરંભડા મુકામે તપ અને ધર્મધ્યાન કરતાં 97 વર્ષે મંગળવારે અખંડ કીર્તન પાઠ કરતા અક્ષરનિવાસી થતાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધેરા શોકની લાગણી ફેલાઇ છે. બુધવારે નાધેડીના સ્વામિનારાયણ ગુરૂકુળમાં સદગતની અંતિમક્રિયા રાખવામાં આવી હતી.
એમના જીવન વિશેની અમુક અનસુની વાતો
– પારિવારિક નામ, ગિરધરભાઈ પ્રેમજીભાઈ રાદડીયા
– છેલ્લા 80 વર્ષથી વધારે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ
– લગભગ 12 વર્ષની ઉંમરે પ્રભુભક્તિ કરવા માટે ઘર તથા પરીવાર નો ત્યાગ કર્યો
– બનારસ હિન્દૂ યુનિવર્સિટી થી છ વખત અલગ અલગ ધાર્મિક વિષયો પર M.A કરી Phd બન્યા
– સ્વાધ્યાય પરિવારના પ.પૂ પાંડુરંગ શાસ્ત્રી – દાદા તેમજ વૈષ્ણવ સંપ્રદાય ના ડોંગરેજી મહારાજ જેવી મહાન વિભૂતિઓ સાથે નું ભણતર
– એમના ભણતર તેમજ જ્ઞાન ને ધ્યાન માં રાખી ભારત ના ભતપૂર્વં રાષ્ટ્પતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન દ્વારા સ્વામીને સ્વર્ણ પદક એનાયત
– ભારતના મહાન સંતો શ્રી નારાયણ પ્રસાદજીને ભારતના મુખ્ય વિદ્વાન અને જ્ઞાની સંતો માના એક સંત ગણે છે
– અલગ અલગ ભાષા માં 100 કરતા વધારે કથા વાંચનાર મહાન કથાકાર
– સંસ્કૃત ભાષામાં જ્ઞાન વિલાશ નામનું પુસ્તક લખ્યું
– લગભગ છેલ્લા 55 વર્ષ થી અનાજ અને જળ નો ત્યાગ, ફક્ત દિવસમાં પોણો લીટર દૂધ ગ્રહણ કરી જીવન ગાળનાર
– જૂનાગઢ, દ્વારકા સ્વામિનારાયણ મંદિર માં સેવા આપીને લગભગ છેલ્લા 30 વર્ષથી દ્વારકા નજીક આવેલા આરંભડા ગામ માં જંગલ વચ્ચે શાંતિ કુટિર બનાવી જીવન પસાર કર્યું અને ભૂતપ્રેત જેવી માન્યતાઓ અને ભય થી ગામજનો ને છુટકારો અપાવ્યો તેમજ ત્યાં ગૌશાળા નું નિર્માણ કરાવ્યું.