નંદુરબારના આદિવાસી યુવકે પેટ્રોલનો ભાવ સળગતાં બનાવી બેટરીવાળી મિનિ કાર, એક વખતે ચાર્જ કરવા પર 40 કિલોમીટર ચાલે છે

પેટ્રોલની કિંમતો દેશના ઘણા મહાનગરોમાં 100 રૂપિયાથી વધારે થઈ ગઈ છે. પેટ્રોલની કિંમતો આસમાને હોવાના કારણે દરેક તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. એવામાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં રહેતા એક આદિવાસી યુવકે વન સીટર અને ત્રણ પૈડાવાળું વાહન બનાવ્યું છે. બેટરીથી ચાલનારી આ મિની કાર એક વખતે ચાર્જ કરવા પર 40 કિલોમીટર દોડે છે. આદિવાસી યુવક અર્જુન ચોરેના દાવા મુજબ તેને બનાવવામાં લગભગ 25 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

27 વર્ષીય અર્જુન નંદુરબાદ નગર પરિષદમાં ઇલેક્ટ્રિક ફીટર છે. અર્જુને ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI)માંથી ઇલેક્ટ્રિક મેન્ટેનેન્સમાં ડિપ્લોમા કર્યું છે. અર્જુનના જણાવ્યા મુજબ તેને દર મહિને પોતાની ઓછી સેલેરીમાંથી અઢી હજાર રૂપિયા પેટ્રોલ પર ખર્ચ કરવા પડતા હતા. તેને બચાવવા માટે તેણે ઘરે જ જુગાડ વાહન બનાવવાનો નિર્ણય લીધો. મિની કાર બનાવવા માટે અર્જુનને 144 લિથિયમ બેટરીઝનો ઉપયોગ કર્યો છે. તેમાં રિવર્સ ગિયર, હાઇડ્રોલિક બ્રેક, ઇન્ડિકેટર, હેડલાઇટ સાથે શોક એબ્સોર્બર પણ લાગ્યા છે.

અર્જુને બોડી માટે પ્લાસ્ટિક અને મેટલ, સ્ક્રેપના જૂના બજારમાંથી ખરીદ્યા હતા. અર્જુનના પિતા ખેડૂત છે અને માતા ગૃહિણી છે. આ મિની કારે અર્જુનને આસપાસના વિસ્તારમાં ચર્ચિત કરી દીધો છે. અર્જુન જ્યારે પણ આ બેટરીથી ઓપરેટ થતા વાહનને લઈને નીકળે છે તો લોકો ઉભા રહીને તેને અજયબીની જેમ જોવાની શરૂઆત કરી દે છે. દરેક તેમાં બેસીને મુસાફરી કરવા માગે છે. અર્જુન હાલમાં માત્ર નંદુરબર શહેરમાં જ રોડ પર નીકળે છે. અર્જુનના જણાવ્યા મુજબ આ વાહનનું રજીસ્ટ્રેશન કરાવવાની કોઈ જરૂરિયાત નથી અને ન તો કોઈ વધારે મેન્ટેનેન્સ ખર્ચ છે.

ગત મહિને અર્જુનને દર મહિને આવતું લગભગ 65 યુનિટ વીજળીનું બિલ ભરવું પડ્યું હતું. હવે વાહનને ચાર્જ કરવાના કારણે 12 યુનિટ વીજળીનો ખર્ચ વધારે થઈ રહ્યો છે. અર્જુનનું કહેવું છે કે હવે દર મહિને 108 રૂપિયા વીજળીના વધારે આપવા પડી રહ્યા છે પરંતુ પહેલા પેટ્રોલ પર ખર્ચ અઢી હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો તેની તુલનામાં તે નામમાત્રનો ખર્ચ છે. આટલો જુસ્સો ધરાવતા અર્જુનનું આગામી લક્ષ્ય બેટરી ચાર્જિંગ માટે સોલર ચાર્જિંગ પેનલ ફિટ કરવાનો છે. અર્જુન હાલના દિવસોમાં એ બાબતે કામ કરી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો