વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસે ભારતમાં પણ પગ પેસારો કર્યો છે. ભારતમાં કોરોનાના કારણે છ લોકોના મોત થઇ ગયા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઇને આક 18 પર પહોંચી ગયો છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શાળા, કોલેજો, ખાનગી અને સરકારી પર્યટક સ્થળ 29 માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. બીજી તરફ અલગ-અગલ ઉદ્યોગોમાં પણ સંગઠનો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મોટા ભાગના ઉદ્યોગો 31 માર્ચ સુધી બંધ રહેશે ત્યારે રાજકોટની એક કંપની કમર્ચારીઓની ખૂબ મદદ કરી છે.
રિપોર્ટ અનુસાર રાજકોટ શહેરની ખાનગી કંપની બાન લેબ્સે અત્યારની વિકટ પરિસ્થિતિમાં પોતાના કર્મચારીઓ માટે વરદાનરૂપ બની છે અને કંપનીના 1200 કર્મચારીઓને આવતા બે મહિનાનો પગાર એડવાન્સ આપ્યો છે. તેમજ તમામ કર્મચારીઓને રૂ. 5000 હજારની કિટ ફ્રી આપી છે જેમાં તેલનો ડબ્બો અને સેનિટાઈઝર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.કોરોના વાઈરસને પગલે શહેરમાં બજારો, મોલ સહિતની તમામ વ્યવસ્થા બંધ કરવામાં આવી રહી છે ત્યારે આ વાઈરસ સામે લડત આપવા અને સાવચેતીના ભાગરૂપે બાન લેબ્સ પ્રા.લિ દ્વારા આગામી તારીખ 23 માર્ચથી એક સપ્તાહ સુધી ઓફિસ બંધ રાખી તેમજ વર્ક ફ્રોમ હોમ એટલે કે સૌએ પોતાના ઘરેથી શક્ય એટલું કામ કરવું તે માટે નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત બાન લેબ્સમાં કામ કરતા તમામ કર્મચારીઓને 2 માસનો પગાર એડવાન્સ આપી દેવાયો છે. આ ઉપરાંત કંપનીના બંને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જે ઉત્તરાખંડ અને હિમાચલમાં આવેલા છે ત્યાં પણ મોટાભાગના ડિપાર્ટમેન્ટ પર અનેક પ્રકારના રિસ્ટિક્શન મુકાયા છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યું છે કે, કંપનીના કોઈપણ કર્મચારીને કોઈપણ પ્રકારની મદદની જરૂર પડેતો કંપની પૂરેપૂરો સહકાર આપશે. બાન લેબ્સ દ્વારા કોરોના વાઈરસના સંક્રમણ સામે સાવચેતીના પગલાં રૂપે નિર્ણય લેવાયો છે.આમ ઘણી કંપનીઓ મુશ્કેલી ના સમયે પગાર ઉપરાંત કર્મચારીઓ ના ઘરનું ધ્યાન રાખી જરૂરી ચીજવસ્તુઓ પણ આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે રાજ્યની શ્રમ આયુક્તની કચેરી દ્વારા ખાનગી સંસ્થાઓ અને કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓની હાજરી ગણીને પગાર આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..