અત્યારે માર્કેટમાં કેરી આવવા લાગી છે. આપણા દેશમાં અલગ-અલગ જાતની કેરી ફેમસ છે. અલગ-અલગ વિસ્તારમાં વખણાતી અલગ-અલગ જાતની કેરીઓનાં નામ ક્યાંક તેમના ગુણોના આધારે રાખવામાં આવ્યાં છે તો ક્યાંક તેમની ઉત્પત્તિના આધારે. ગુજરાતમાં સૌથી વધુ ફેમસ કેસર કેરી છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ, આપણા દેશમાં ફેમસ 10 કેરીઓ વિશે અને કેવી રીતે પડ્યાં તેમનાં નામ.
જાણો કેસર, અલ્ફાન્સો, લંગડો, દશહરી, તોતાપુરી સહિત કેરીઓ વિશે.
હાફુસ ઃ આલ્ફાન્સો, હાફુસ, બદામી, ગુંડુ, ખડેર અને પટનમ જાતિના નામે ઓળખાય છે. આપણા દેશની સૌથી ઉત્તમ કેરી હાફુસ ગણાય છે. સ્વાદિષ્ટ, આકર્ષક રંગ-રૂપની હાફુસ સહુને ભાવે છે.
લંગડા એક હિન્દી શબ્દ છે જેનો અંગ્રેજીમાં મતલબ છે ”લેમ” એટલે કે લંગડા. તેની ઉત્પત્તિ બનારસની માનવામાં આવે છે. પૂર્વમાં ખેતી કરનાર પદમ શ્રી હાજી કલીમુલ્લાહના અનુસાર ” મારા મામૂ સાહેબે લગભગ ૨૫૦-૩૦૦ વર્ષ પહેલાં તેની ખેતી કરી હતી. તે બનારસમાં રહેતા હતા, તેમને એક કેરી ખાધી અને તેના બીજને પોતાના ઘરના આંગણામા રોપી દીધો. પગથી લંગડો હોવાના કારણે તેમને ગામ અને સંબંધી અને સાથી લંગડા કહેતા હતા. તેના ઝાડની કેરી ગળી અને ગુદાથી ભરેલી હતી. તે ઝાડ અને તેના ફળોને આગળ જઈને ‘લંગડા’ના નામથી ઓળખવામાં આવ્યા. તે એ પણ કહે છે જોકે લંગડા દરેક દેશમાં દરેક જગ્યા પર મળે છે પરંતુ જે સ્વાદ બનારસની કેરીમાં છે તે બીજી કોઈ જગ્યાની કેરીમાં નથી.
દશેરી ઃ રેષા વગરની ખાસ પ્રકારનો સ્વાદ ધરાવતી કેરી છે. મઘ્યમકદની લંબગોળાકાર લીલા રંગની છે. વિટામીન સીથી ભરપૂર આ દ્વિવાર્ષિક ફળ છે.
સફેદ જેવી પીળા રંગની કેરી.
કેસર ઃ થોડી લાંબી, મીઠી, રેષાવાળી પીળા રંગની કેસર કેરી હોય છે. જે ગુજરાતમાં ઘણી જાણીતી છે.