હિન્દૂ સંસ્કૃતિમાં વૈદિક રીતે ઉજવાતું પર્વ એટેલ રક્ષા બંધન જેના ધાર્મિક પુરાણોમાં અનેક ઉદાહરણો આવેલા છે. એવા શ્રાવણ સુદ પૂનમની તિથિએ ઉજવાતા ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષા બંધનની સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં નખત્રાણા ખાતે આજે 99 વર્ષના બહેને 97 વર્ષના ભાઈના ઘરે જઈ રાખડી બાંધતા પરિવારજનોએ તાળીઓ સાથે ભાઈ બહેનના પ્રેમને ખુશી સાથે વધાવી લીધો હતો.
પશ્ચિમ કચ્છના નખત્રાણા નગરના કૈલાશ નગર ખાતે રહેતા 97 વર્ષીય ભાઈ કાનજી મૂળજી કેશરાણીને 99 વર્ષીય બહેન ધનબાઈ હંસરાજ કનાણીએ ઘરે જઈ આજના રક્ષા બંધનના તહેવાર પ્રસંગે હાથના કાંડે રક્ષા કવચ બાંધી હતી તેની સાથે નાના ભાઈને મોઢું મીઠું કરાવી કપાળે તિલક કરી સુખી રાહોના આશીર્વાદ સાથે મીઠડા પણ લીધા હતા. તો ભાઈ અને બહેનના આશિષ હંમેશા એકમેકની સાથેજ હોય તેમ બન્ને વડીલ ભાઈ બહેન સ્વનિર્ભર એટકે કે પોતાના દૈનિક કાર્ય જાતેજ કરી લેતા હોવાનું ધનબાઈના પૌત્ર અલકેશભાઈ કનાણીએ કહ્યું હતું.
વિશેષ વડીલ ભાઈ અને બહેન બન્ને પરિવારમાં ચોથી પેઢી સુધીના સભ્યો ધરાવે છે જેમાં ભાઈના પરિવારમાં 40 પરિજનો છે જ્યારે બહેનના પરિવારમાં 46 સભ્યો આવેલા હોવાનું લખનભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..