દુનિયાના યોગ ગુરુઓ નખ ઘસવાની સલાહ આપે છે. તેને બાલાયામ પણ કહેવામાં આવે છે. તેનો શાબ્દિક અર્થ છે વાળનો વ્યાયામ. નખ ઘસવાની પ્રક્રિયા પ્રાચીન સમયથી ચાલી આવી રહી છે જે આજે પણ કમાલની છે.
નખ ઘસવાના 4 ફાયદા
એક્યુપ્રેશર થેરાપીમાં નખ ઘસવાને ઘણું મહત્ત્વ અપાયું છે. અત્યારનો અનહેલ્ધી ડાયટ, દૂષિત પાણી અને વ્યસ્ત લાઈફ સ્ટાઈલના કારણે નાની ઉંમરે વાળ ખરવા, વાળ પાતળા થવા કે ટાલ પડવા સિવાય કસમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ જોવા મળે છે. તો જાણો નખ ઘસવાથી શું ફાયદા થાય છે.
1. જ્યારે તમે નખને એકમેકની સાથે ઘસો છો તો તમે ટાલ પડવાની સમસ્યા, વાળ ખરવાની સમસ્યા, વાળ પાતળા થવા, વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે.
2. બાલાયામ કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે જેના કારણે તમારો ફેસ પણ નિખરે છે અને બોડીમાં તાકાત આવે છે.
3. જો તમારા વાળ વધારે પ્રમાણમાં ખરી ચૂક્યા છે તો તમે તેના ફરીથી ગ્રોથ વધારવા માટે બાલાયામ કરી શકો છો. તેનાથી તમને લાભ મળે છે.
4. નખને જ્યારે તમે વારંવાર ઘસો છો તો તમને સ્કીનની તકલીફો ખાસ કરીને ચર્મરોગમાં રાહત મળે છે.
જાણો શું છે બાલાયામ કરવાની યોગ્ય રીત
બાલાયામ કરવાને માટે તમારા હાથને છાતીની પાસે રાખો અને આંગળીઓને અંદરની તરફ લાવો અને નખને એકમેકની સાથે ઘસો. જેટલું શક્ય હોય ત્યાં સુધી લાંબા સમય સુધી આ કામ કરો. સારું રીઝલ્ટ લાવવા માટે અંગૂંઠાને ન ઘસો. તમે રોજ 5-10 મિનિટ સુધી તેને પ્રેક્ટિસમાં લાવો છો તો તે ફાયદારૂપ સાબિત થઈ શકે છે.
ધ્યાન રાખવું જરૂરી છે
પ્રેગનન્ટ મહિલાઓ બાલાયામ ન કરે તો સારું છે કેમકે તેનાથી ગર્ભાશયના સંકુચન થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશરને માટે પણ નખને ઘસવાનું નુકસાન કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..