બિહાર સરકારના શ્રમ સંસાધન મંત્રી જીવેશ મિશ્રા જયારે વિધાનસભા જઇ રહ્યા હતા. ત્યારે પોલીસ કર્મીઓએ તેમની કારને રોકી હતી. પોલીસના આ પગલાંથી લાલચોળ થઇ ગયેલા મંત્રીએ કહ્યું હતું કે હવે જ્યાં સુધી હું વિધાનસભા ન જઇશ ત્યાં સુધી સત્તાવાર કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે. બિહાર સરકારમાં ભાજપના આ નેતાએ કહ્યુ હતું કે પટનાના એસપી અને ડીએમને કારણે તેમની ગાડીને વિધાનસભા પાસે રોકવામાં આવી હતી. નેતાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે હું જ સરકાર છુ.
#WATCH Bihar minister Jivesh Mishra gets angry after his car is stopped in Assembly premises by police to give way to SP & DM, demands their suspension#Patna pic.twitter.com/a0JroXccPq
— ANI (@ANI) December 2, 2021
બિહારની સરકારમાં ભાજપના મંત્રી જીવેશ મિશ્રા વિધાનસભા સત્રના ચોથા દિવસે હાજરી આપવા માટે જઇ રહ્યા હતા ત્યારે પોલીસે તેમની કાર અટકાવી હતી, એટલે મંત્રી ગુસ્સે ભરાયા હતા અને પોલીસને કોસવા માંડયા હતા. મિશ્રાએ કહ્યુ હતું કે હમ સરકાર હૈ, એસપી અને ડીએમને કારણે મને રોકવામાં આવ્યો છે. તેમણે કહ્યુ હતું કે એસપી અને ડીમને કારણે મંત્રીની ગાડી રોકવીએ કયાંનો કાનૂન છે? પોલીસની હરકતથી લાલચોળ થઇ ગયેલા મંત્રીએ કહ્યુ હતું કે જેમણે મારી ગાડી રોકી છે તે અધિકારી સસ્પેન્ડ ન થાય ત્યાં સુધી હું વિધાનસભાની અંદર જવાનો નથી.
જીવેશ મિશ્રાએ કહ્યુ કે એક પોલીસવાળાએ મારી ગાડી રોકી અને મારી સામે ડીએમ અને એસપીની ગાડી નિકળી ગઇ. આ મામલામાં જેડીયૂના ધારાસભ્ય ગોપાલ મંડલે કહ્યુ કે જે પોલીસે મંત્રીની ગાડી રોકી હતી તે થોડો મેન્ટલ છે અને તેની પર જરૂરથી કાર્યવાહી થવી જોઇએ. એટલું જ નહી ગોપાલ મંડલે તો ત્યાં સુધી કહ્યુ કે જો પોલીસે મારી ગાડી રોકવાની હિંમત કરી હતી તો શું નું શું થઇ જતે. તો કોંગ્રેસના નેતા પ્રેમચંદ મિશ્રાઅ કહ્યુ કે બિહારમાં અમલદારશાહી ચરમસીમા પર છે.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યુ હતું કે અમલદાર શાહી ચરમસીમા પર છે, મેં પણ અધિકારીઓને અનેક વખત ફોન કર્યા છે પણ તેઓ ફોન ઉઠાવતા નથી. મુખ્યમંત્રી આનો જવાબ આપે.
મંત્રી જીવેશ મિશ્રાની ગાડી રોકવા બાબતે વિધાનસભામાં પણ હંગામો મચી ગયો હતો. મંત્રી જીવેશ મિશ્રાએ પુછ્યું કે મોટું કોણ મંત્રી કે ડીએમ-એસપી?રાજકીય પદ પ્રાપ્ત કર્યા પછી વ્યકિતનો ઇગો વારંવાર હર્ટ થતો હોય છે, પરંતુ પોલીસ તેમનું કામ કરતી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..