લગભગ બધાંના ઘરમાં અજમાનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ઔષધીય ગુણોને કારણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અજમામાંથી મળતાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, આયોડીન, કેરોટીન જેવા તત્વો અનેક રીતે ફાયદો કરે છે. અજમાનું પાણી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. આ સાથે જ અજમાનું પાણી પણ અનેક રીતે લાભકારી છે. એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે અજમો પેટની સમસ્યાઓ, ગેસ, અપચો, શરદી ખાંસીમાં તો રામબાણ છે જ, સાથે જ અજમો અને તેનું પાણી છાતીમાં જામેલાં કફને દૂર કરવા અને સાંધા અને ઘૂંટણના દર્દને પણ દૂર કરે છે. ચાલો જાણીએ ફાયદા.
સાંધા અને ઘૂંટણના દુખાવામાં 50 મિલી તલના તેલમાં 10 ગ્રામ અજમો નાખીને તેને ધીમી આંચ પર ઉકાળો. પછી ઠંડુ થાય એટલે આ તેલથી સાંધાઓ અને ઘૂંટણ પર માલિશ કરો. આ સિવાય 20-20 ગ્રામ અજમો અને મેથીના દાણા પીસીને એક સુતરાઉ કપડામાં બાંધીને એક પોટલી બનાવી લો. હવે આ પોટલી તવી પર ગરમ કરીને તેનાથી દુખાવાવાળી જગ્યાએ શેર કરો. આનાથી દુખાવો તરત જ મટી જશે. આ ઉપાય બધાં માટે લાભકારી છે.
તાવમાં
જો તમને શરદી-ખાંસી, તાવ હોય તો 5 ગ્રામ અજમામાં 1 ગ્રામ ગિલોયનો રસ 100 મિલી પાણીમાં રાતે પલાળી દો. સવારે તેને ગાળીને તેમાં થોડું સિંધવ મિક્સ કરીને પીવાથી તરત આરામ મળશે. તાવમાં થતી ગભરામણમાં 50 મિલી પાણીમાં 5 ગ્રામ અજમો ઉકાળી ગાળીને દર બે કલાકે આ પાણી પીવો. તરત લાભ થશે.
છાતીમાં કફ
1 કપ છાશમાં 1 ચમચી અજમો વાટીને તેને મિક્સ કરીને લેવાથી શરદી-ખાંસી, કફમાં રાહત મળે છે. આ સિવાય 1 ચમચી અજમો લઈ તેને હથેળીમાં મસળીને તેમાં થોડો ગોળ મિક્સ કરી ચૂસવાથી છાતીમાં ભરાયેલો કફ દૂર થાય છે. તમે અજમાની પોટલી બનાવી તેનો શેક છાતી પર કરી શકો છો, તેનાથી પણ કફ છૂટો પડી જાય છે.
અજમાનું પાણી છે રામબાણ દવા
અજમામાં થીમોલ હોય છે. આ એવું કેમિકલ છે જે પાચનતંત્ર માટે જરૂરી ગેસ્ટ્રિક રસને પેટમાં રીલીઝ કરે છે. જે અપચો, વાત, ઉબકાની સમસ્યામાં રાહત આપે છે. આ સિવાય જો તમને ગેસ, કબજિયાત, પેટમાં દર્દ કે ડાયરિયા જેવી સમસ્યાઓમાં ઝડપી રાહત જોઈએ તો તેના માટે અજમાના પાણીનું સેવન રામબાણ દવાનું કામ કરે છે.
અજમાનું પાણી બનાવવાની રીત
અજમાનું પાણી બાળકોથી લઈને વૃદ્ધો માટે પણ લાભકારી છે. તેની કોઈ જ આડઅસર થતી નથી. આ બનાવવાની વિધિ પણ સરળ છે તેના માટે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી અજમો નાખીને તેને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી અડધું ન થઈ જાય. હવે આ પાણી જોવામાં ભૂરા રંગનું થઈ જશે. તેને ગ્લાસમાં ગાળીને ઠંડુ થયા પછી તેને તરત જ પી લેવું. આ મિશ્રણ જ્યારે પણ પીવું હોય ત્યારે તાજું જ બનાવીને પીવું. બનાવીને રાખી ન મૂકવું. રોજ સવારે અજમાનું પાણી પીવું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..