શહીદોના શોકમાં મુસલમાન ભાઈઓએ કરાવ્યું મુંડન, ધર્મથી ઉપર ઉઠીને આપી વીર જવાનોને શ્રદ્ધાંજલિ

એવું કહેવાય છે કે દેશભક્તિ સૌથી મોટો ધર્મ છે, બિહારના અરિરયા જિલ્લામાં મુસ્લિમ નેતાઓએ ધર્મથી ઉપર દેશને માન્યો અને દેશ માટે શહીદ થયેલા જવાનો માટે માથે મૂંડન કરાવીને શ્રધ્ધાંજલિ આપી. આ જિલ્લાના સુલ્તાન પોખર મંદિરમાં શુક્રવારે 2 યૂથ કોંગ્રેસના નેતાઓએ પુલવામા હુમલાના 9મા દિવસે માથે મૂંડન કરાવીને શહીદોને જળ અર્પિત કર્યું.


આ ભાઈઓની શહાદત છે

માથે મૂંડન કરાવનાર મુસ્લિમ નેતાઓમાં પ્રદેશ મહાસચિવ ઈરશાદ સિદ્દિકી અને જાહિદ સિદ્દિકી સામેલ છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. મીડિયાના રિપોર્ટ અનુસાર યૂથ કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે જે જવાન શહીદ થયા તેઓ કોઈને કોઈ ખેડૂત પરિવારના પુત્ર અને ભાઈ હતા. આ નાતે તેઓ આપણા બધાના ભાઈ થયા અને ભાઈઓની શહાદત પર તેઓને શ્રધ્ધાંજલિ આપવા માટે મૂંડન સંસ્કાર કરાવ્યા છે.

હિંદુ રીતિ-રિવાજથી માથે મૂંડન કરાવ્યું અને આપી શ્રધ્ધાંજલિ

મુસ્લિમ નેતાઓએ હિંદુ રીતિ-રિવાજથી માથે મૂંડન કરાવીને શહીદોને શ્રધ્ધાંજલિ અર્પિત કરી તેની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. બીજી બાજુ કેટલાંક લોકો શરીયતને ટાંકતા કહે છે કે તેમાં કોઈના મૃત્યુ અથવા તો શહીદી પર 9માં દિવસે નખ-વાળ કાપવાની કોઈ વાતનો ઉલ્લેખ નથી. જો કોઈ મુસ્લિમ આવું કરે છે તો તેને મુનાફિક (ના તે હિંદુ છે ના તો મુસ્લિમ) કહી શકાય છે. ઈસ્લામમાં મરહૂમની આત્માને શાંતિ આપવા માટે કુરાનની આયત વાંચવામાં આવે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો