એક તરફ જ્યાં દિલ્હી સળગી રહ્યું છે અને સાંપ્રદાયીક હિંસામાં માણસ એકબીજાના લોહીનો તરસ્યો બન્યો છે. હિંસાગ્રસ્ત દિલ્હીના વેરાન રસ્તાઓ એક ભયાનક તસવીરો દેખાડી રહ્યા છે. ત્યારે હિંસાથી સૌથી પ્રભાવિત ચાંદબાગમાં એક ભાઈચારા અને પ્રેમની અજબ ઘટના સામે આવી છે. અહીં મુસ્લિમ મેજોરિટી ધરાવતા વિસ્તારમાં 25મી ફેબ્રુઆરીના રોજ એક હિંદુ પરિવારની દીકરીના લગ્ન હતા અને બહાર તોફાન ફાટી નીકળ્યા હતા. ઘરમાં આ કારણે લગ્ન કેન્સલ કરવાની વાત ચાલી રહી હતી. જેના કારણે દુઃખી 23 વર્ષની સાવિત્રી સતત રોઈ રહી હતી.
હાથોમાં મહેંદી સાથે લગ્નની તમામ તૈયારી થઈ ગઈ હતી. લોકો લગ્ન કેન્સલ કરવા માટે સમજાવી રહ્યા હતા. પરંતુ તેવામાં સાવિત્રીના પિતા ભોલે પ્રસાદે નક્કી કર્યું કે ભલે ગમે તે થઈ જાય તેઓ પોતાની લાડલીના લગ્ન કરીને જ રહેશે. બસ તરત જ પડોશી મુસ્લિમોએ પણ તેમના આ સંકલ્પમાં કોઈપણ ભોગે સાથ આપવાનું નક્કી કરી લીધું. ઘરની અંદર જ સાવિત્રીના લગ્ન થઈ રહ્યા હતા અને બહાર પડોશના મુસ્લિમ પરિવારના છોકરાઓ પહેરો ભરી રહ્યા હતા.
સાવિત્રીએ કહ્યું કે, ‘મારા મુસ્લિમ ભાઈઓના કારણે જ આટલી ભયાનક સ્થિતિમાં પણ મારા લગ્ન ખૂબ જ શાંતિપૂર્વક પૂરા થયા હતા.’ ભોલે પ્રસાદે કહ્યું કે, ‘તેઓ આ વિસ્તારમાં વર્ષોથી કોઈપણ જાતના ભય વગર જ રહે છે. અમને ખબર જ નથી કે આ કોણ છે જે હિંસા કરી રહ્યા છે. અહીંના હિંદુ અને મુસ્લિમ પરિવારો તો એકબીજા સાથે હળીમળીને રહેતા આવ્યા છે.’
સાવિત્રીના લગ્ન અંગે તેમના પડોશી મુસ્લિમ પરિવારની મહિલાઓએ કહ્યું કે, “જ્યારે છોકરીએ સૌથી વધુ ખુશ હોવું જોઈએ ત્યારે તે રડી રહી હતી. અમે બધાએ મળીને સંકલ્પ કર્યો હતો કે તેની ખુશીથી વધારે અમારા માટે કંઈ નથી.’ સાવિત્રીના લગ્નમાં આખી શેરીના મુસ્લિમ પરિવારોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને નવવિવાહિત દંપત્તિને આશિર્વાદ પણ આપ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..