– સુરતઃ વિદેશી મહિલાઓને પણ ડાયરામાં રૂપિયા ઉડાવવાનું ઘેલું લાગ્યું
– મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટના લાભાર્થે ડાયરાનું આયોજન થયું હતું.
સુરત અને સૌરાષ્ટ્રમાં યોજાતા ડાયરામાં રૂપિયા ઉડાવવાની એક પરંપરા થઇ ગઇ છે જેમાં લોકો લાખો રૂપિયા કલાકારો પર ઉડાવતા હોય છે. પણ સુરતમાં શનિવારે મોટાવરાછામાં યોજાયેલા એક ડાયરામાં બે યુવતી વિદેશી યુવતીઓએ પણ હજારો રૂપિયા ઉડાવ્યા હોવાનો વિડીયા વાયરલ થતા સૌ ચકિત થઇ ગયા હતા.
વિદેશી યુવતીઓ એટલા ઉત્સાહથી રૂપિયાનો વરસાદ કરતી હતી કે આયોજકોએ સ્ટેજ પર બોલાવી લીધી તો યુવતીઓએ બમણાં જોરથી વરસાદ કર્યો હતો. અને આયોજિત સંસ્થાને રૂપિયા 11000નું દાન પણ આપ્યું હતું. આ યુવતીઓ અમેરિકાથી સુરતની મહેમાન બની હતી.
જરૂરિયાત મંદ બાળકોને ભોજન, વિધવા સહાય ,નિસાહય માતા-પિતાને આશરો આપવાના આશયથી કામ કરતી મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા શનિવારે મોટાવરાછા વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં કલાકાર ઉર્વશી રાદડીયાના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉર્વશીની સાથે ઉમેશ બારોટ, સુખદેવ ધામેલિયા, સજય સોજીત્રા જેવા સાથી કલાકારો પણ રમઝટ બોલાવતા હતા.જેવી ડાયરાની રમઝટ ઝામી કે તરત અમેરિકાથી આવેલી નેન્સી અને ડેલાસ નામની યુવતીઓએ નોટોનો વરસાદ કરવા માંડયો હતો.
વિદેશી યુવતીઓમો ઉત્સાહ જોઇને આયોજકોએ બનેંને સ્ટેજ પર બોલાવી હતી તો યુવતીઓએ બમણાં જોરથી રૂપિયાનો વરસાદ શરૂ કર્યો હતો.સંસ્થાની કામગીરી જાણ્યા પછી નેન્સી અને ડેલાસે રૂપિયા 11000નું દાન મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટને કર્યું હતું. 3 કલાકની અંદર 10 લાખ રૂપિયા ભેગા થઇ ગયા હતા.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.