સાંસદો અને ધારાસભ્યો ટોલ કેમ નથી આપતા? કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપ્યો જવાબ

સામાન્ય જનતાને મોંઘા ટોલથી પરેશાની રહે છે પરંતુ સાંસદ અને ધારાસભ્ય ટોલ કેમ નથી આપતા? એક ન્યૂઝ ચેનલના ખાસ કાર્યક્રમના મંચ પર આવેલા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ સવાલનો જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકારે સેના, એમ્બ્યુલન્સ, ટ્રેક્ટરથી માલ લઈ જનારા ખેડૂતો, સાંસદો અને ધારાસભ્યોને છૂટ આપી છે પરંતુ બધાને છૂટ આપવી યોગ્ય નથી. જો સારા રોડ પર જવું છે તો પૈસા આપવા પડશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

તેમણે કહ્યું કે પહેલા લોકો ટ્રાફિકમાં ફસાતા હતા. પેટ્રોલ અને ડીઝલ પર જે પૈસા વેસ્ટ થાય છે. હવે સારા રોડ બનવાથી પૈસા બચી રહ્યા છે તો તેના બદલામાં ટોલ આપવામાં શું પરેશાની છે. સરકારે રોડ બનાવવા માટે પૈસા ઉધાર લીધા છે જે તેમને ચૂકવવાના છે અને વ્યાજ આપવાનું છે એટલે ટોલ લગાવવા પડે છે. હવે સરકાર દેશના નાના નાના લોકોના પૈસાથી માર્ગ બનાવશે. તેમણે ઇન્ફ્રા બોન્ડની ચર્ચા કરતા કહ્યું કે તમે બેંકમાં પૈસા રાખો છો. તમે રોડ બનાવવા માટે પૈસા આપો તો સરકાર તેના પર વધારે વ્યાજ આપશે.

દિલ્હી મુંબઈ હાઇવે પર એક લાખ કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે તો તેના માટે લોકો પાસેથી બોન્ડના રૂપમાં પૈસા લેવામાં આવશે. તેમણે કહ્યું કે દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસ હાઇવે બની રહ્યા છે. બે વર્ષમાં માર્ગ દ્વારા દિલ્હી-શ્રીનગર 8.5 કલાકમાં પહોંચીશું. માર્ગ બનાવવામાં અમે ટ્રાન્સપેરેન્ટ, રિઝલ્ટ, ઓરિએન્ટેડ, ટાઈમ બાઉન્ડ અને ક્વાલિટી કોન્શિયસ છે.

સામાન્ય જનતા દરેક વસ્તુ પર આપે છે ટેક્સ:
કાર ખરીદીએ તો રોડ ટેક્સ અને GST આપવા પડે છે. ગાડીનો ઇન્શોરન્સ કરાવ્યો તો ટેક્સ આપવો પડશે. પેટ્રોલ ભરાવવા ગયા તો પેટ્રોલ પર લાગનારા ટેક્સ સાથે સેસ પણ આપવો પડે છે. રોડ પર આવીએ તો ટોલ ટેક્સ ભરવાનો હોય છે. ગાડી ખરાબ થઈ અને બનાવડાવી હોય તો સર્વિસ ટેક્સ અલગથી પરંતુ મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને મોટા અધિકારીઓને ટેક્સની ટેન્શનથી હંમેશાં માટે રાહત છે. તેમને સરકારી ગાડી મળે છે. સરકારી પેટ્રોલ અને ટોલ ટેક્સમાં છૂટ. હદ તો એ છે કે મોટા ભાગના મંત્રાલયોના અધિકારી જ્યારે પોતાના પરિવાર સાથે અંગત ટ્રીપ પર જાય છે તો પણ ટોલ ટેક્સ ભરતા નથી. પોલીસકર્મીઓના પરિવાર અને સંબંધી પણ કાર્ડ દેખાડીને ટેક્સ ભરતા નથી.

અર્થ એ કે દેશમાં ટોલ ટેક્સમાં મળનારી છૂટનો જબરદસ્ત દૂરોપયોગ થાય છે. જેથી ટોલકર્મી ખૂબ પરેશાન છે. તેને રોકવા માટે વર્ષ 2017મા મોદી સરકારે પગલું ઉઠાવ્યું. ટોલ ટેક્સમાં જેમને છૂટ મળવાની છે તેમણે નેશનલ હાઇવે ઓથોરિટી શૂન્ય લેવડ-દેવડ ટેગ જાહેર કરે છે. આ ટેગની એક સીમિત વેલિડિટી હોય છે અને તેના માટે કોઈ પૈસા આપવા પડતા નથી. છૂટ લેવા માટે NHAIમા અરજી કરવી પડે છે. દેશના વડાપ્રધાન અને તેમની સુરક્ષા સાથે જોડાયેલા વાહનો માટે 354 ટેગ જાહેર થાય છે. દરેક સાંસદને 2 ફાસ્ટેગ જાહેર થાય છે. એક દિલ્હી માટે અને એક તેમના વિસ્તાર માટે. ધારાસભ્યોને એક ફાસ્ટેગ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો