પ્રદૂષણ દૂર થવાથી 200 કિલોમીટર દૂરથી દેખાયો માઉન્ટ એવરેસ્ટ, લોકોને પોતાની આંખ પર નથી થતો વિશ્વાસ

કોરોના વાયરસના કારણે વ્યક્તિના જીવનની સાથે વાતાવરણ પણ ઘણું જ બદલાઈ ગયું છે. હવે નદીઓ એટલી શુદ્ધ થઈ ગઈ છે કે જેના વિશે કોઈએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હવામાંથી પ્રદૂષણ એ રીતે ગાયબ થઈ ગયું છે કે લોકોને અદ્ભૂત દૃશ્યો જોવા મળી રહ્યા છે. હવા એટલી સાફ થઈ ગઈ છે કે કિલોમીટર દૂર રહેલા પર્વતો સહિતની વસ્તુઓના અદ્ભૂત દર્શન થઈ રહ્યા છે. જેનું ઉદાહરણ છે ભારતમાં અલગ-અલગ જગ્યાઓ પરથી હિમાલયના દર્શન. હવે નેપાળની એક તસવીર સામે આવી છે જેમાં કાઠમંડુની વેલીથી ફરી એકવાર માઉન્ટ એવરેસ્ટનું અદ્ભૂત દૃશ્ય દેખાયું છે.

આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અને તેને ખૂબ શેર કરવામાં આવી રહી છે. જેને જોઈને લોકોને ભારે આશ્ચર્ય થઈ રહ્યું છે. આ તસવીરો અભુશાન ગૌતમ નામના ફોટોગ્રાફરે પોતોના કેમેરામાં કેદ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘણાં લોકોને વિશ્વાસ ના થયો

ઘણાં લોકોને આ તસવીરો જોઈને વિશ્વાસ ના થયો. કારણ કે માઉન્ટ એવરેસ્ટના રસ્તામાં ઘણાં પહાડ આવે છે. જોકે, ફોટોગ્રાફરે કેટલીક તસવીરો દ્વારા પોતાની વાતને સાબિત કરવાની કોશિશ કરી છે.

જુઓ, આ અદ્ભૂત દૃશ્ય દેખાયું

આ તસવીરો ‘નેપાળ ટાઈમ્સ’ દ્વારા શેર કરવામાં આવી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે, “કોરોના વાયરસના કારણે ચાલી રહેલા લોકડાઉનના કારણે નેપાળ અને ઉત્તર ભારતની હવા સાફ થઈ ગઈ છે. ઘણાં વર્ષો પછી 200 કિલોમીટર દૂર હોવા છતાં માઉન્ટ એવરેસ્ટ ફરી કાઠમંડૂની વેલીથી દેખાય છે.”

એટલે કાઠમંડુથી દેખાયો માઉન્ટ એવરેસ્ટ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો