આજથી ટ્રાફિકના નિયમો બદલાયા છે. હવે પકડાયા તો ખેર નથી. જો તમે હવે ટ્રાફિકના નિયમોને નહીં અનુસરો, તો દર મહિને 4થી 5 હજાર રૂપિયા દંડ ભરવાની તૈયારી રાખજો. કારણ કે આજથી દેશમાં ટ્રાફિકના નિયમો બદલાઇ ગયા છે.
આજથી દેશમાં RTOના નવા નિયમ લાગુ થઇ ગયા છે. લાગુ થયેલા ટ્રાફિકના નવા નિયમોમાં ટ્રાફિકના નિયમો તોડનારને આકરા દંડ થશે. નવા નિયમ મુજબ હવે લાઇસન્સ વિના પકડાવા પર રૂપિયા 5 હજારનો દંડ કરાશે અને ડ્રિંક એન્ડ ડ્રાઇવમાં 6 મહિનાની જેલ થશે.
મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો
1 – નવા બિલમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર, દારૂ પીને ગાડી ચલાવવા પર દંડ 2000 રૂપિયાથી વધારી 10000 રૂપિયા કરવામાં આવ્યો.
2 – કોઈ ઈમરજન્સી વાહનને રસ્તો નહીં આપવા પર પહેલી વખત 10000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
3 – મોબાઈલ ફોન પર વાત કરતા ગાડી ચલાવવા પર દંડ 1000 રૂપિયાથી વધારી 5000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.
4 – હેલ્મેટ વગર ગાડી ચલાવવા પર 1000 રૂપિયાનો દંડ અને ત્રણ મહિના માટે લાયસન્સ જપ્ત કરવાની જોગવાઈ છે. હાલમાં હેલ્મેટ વગર ગાડી ચલાવવા પર માત્ર 100 રૂપિયાની જોગવાઈ છે.
5 – રેસ ડ્રાઈવિંગ કરવા પર દંડ 1000 રૂપિયાથી વધારી 5000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.
6 – લાયસન્સ વગર ડ્રાઈવિંગ કરવા પર દંડ 500 રૂપિયાથી વધારી 5000 રૂપિયા કરવામાં આવ્યો છે.
7 – ફાસ્ટ ગાડી ચલાવવા પર દંડ 500થી વધારી 5000 રૂપિયા કરવામાં આવ્યો છે.
8 – સીટ બેલ્ટ નહીં લગાવવા પર પણ દંડ 100 રૂપિયાથી વધારી 1000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ.
9 – મોટર વ્હીકલ બિલમાં કોઈ નાબાલિગ ગાડી ચલાવતા પકડાય તો, તેના અભિભાવક અથવા ગાડીનો માલિક દોષી માનવામાં આવશે. તેના માટે 25000 રૂપિયાના દંડની સાથે-સાથે 3 વર્ષના જેલની જોગવાઈ છે. સાથે ગાડીનું રજિસ્ટ્રેશન પણ રદ્દ કરવાની જોગવાઈ છે.
10 – હવે લાયસન્સ લેવા અથવા ગાડીના રજિસ્ટ્રેશન માટે આધાર નંબર ફરજીયાત કરવાનો પ્રસ્તાવ છે
11 – હવે લાયસન્સની વેલિડીટી ખતમ થયા બાદ 1 વર્ષ સુધી લાયસન્સ રિન્યુ અથવા ફરીથી બનાવી શકાશે. અત્યાર સુધીઆ સીમા મર્યાદા માત્ર 1 મહિનાની હતી.
12 – જો રસ્તાની ખોટી ડિઝાઈન અથવા તેના નિર્માણ અને રસ્તો ખરાબ હોવાના કારણે દુર્ઘટનામાં કોઈનું મોત થાય છે તો, રસ્તો નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર, સલાહકારની સાથે સિવિક એજન્સી જવાબદાર હશે. આવી દુર્ઘટનાના અવેજમાં વળતરની પતાવટ 6 મહિનાની અંદર કરવાનું ફરજીયાત બનાવવામાં આવશે.
13 – જો ગાડીના સ્પેરપાર્ટની ક્વોલિટીના કારણે ગાડીની દુર્ઘટના થાય છે તો, સરકાર તે તમામ ગાડીઓને પાછા ખેંચવાનો અધિકાર રાખશે. સાથે જ નિર્માતા કંપની પર વધારેમાં વધારે 500 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવી શકે છે.
હીટ એન્ડ રનમાં વળતર વધીને 2 લાખ થયું
વર્તમાન કાયદામાં હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પર 25000 રૂપિયાનું વળતર મળે છે. આ વળતર વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. ઘાયલ થવાની સ્થિતિમાં પહેલા 12,500 રૂપિયા વળતર હતું જે વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે.
ભારતમાં દર વર્ષે 1.5 લાખ લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે
સરકારી ડેટા પ્રમાણે લગભગ 1.5 લાખ જેટલા લોકો ભારતમાં દર વર્ષે અકસ્માતમાં મૃત્યુ પામે છે. દેશમાં દર વર્ષે એવરેજ 1.5 લાખ રોડ એક્સીડન્ટ નોંધાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.