ગધેડાએ કહ્યુ કે ઘાસ વાદળી હોય છે, વાઘે કહ્યુ કે ઘાસ લીલું હોય છે, દલીલ વધવા લાગી તો બંને રાજા સિંહ પાસે પહોંચ્યા, ગધેડાએ કહ્યુ કે મહારાજ ઘાસ વાદળી હોય છે પરંતુ આ વાઘ નથી માની રહ્યો, સિંહે કહ્યુ કે સાચી વાત છે અને વાઘને આપી દીધી સજા, જાણો કેમ?

પ્રાચીન લોક કથા મુજબ એક જંગલમાં ગધેડાએ વાઘને કહ્યુ કે ઘાસ વાદળી હોય છે. વાઘે કહ્યુ કે ના, ઘાસ વાદળી નહીં લીલું હોય છે. ગધેડાએ ફરી કહ્યુ કે તું ખોટું કહી રહ્યો છે ઘાસ વાદળી હોય છે. વાઘ પણ પોતાની વાત પર કાયમ હતો. બંનેની દલીલ વધવા લાગી. તેના પછી બંનેએ નક્કી કર્યુ કે તે જંગલના રાજા સિંહની પાસે જશે અને તેમનાથી પૂછશે કે ઘાસનો રંગ કેવો હોય છે.

વાઘ અને ગધેડો બંને જ સિંહની સામે પહોંચી ગયા. ગધેડાએ જોરથી બૂમ પાડતા કહ્યુ કે મહારાજ ઘાસનો રંગ વાદળી હોય છેને, આ વાઘ માની જ નથી રહ્યો, દલીલ કરી રહ્યો છે, કૃપા કરી ન્યાય કરો આ વાઘને સજા આપો.

સિંહે કહ્યુ કે ગધેડો સાચું બોલી રહ્યો છે. એટલે વાઘને એક વર્ષની સજા આપવામાં આવે છે. આ સાંભળતા જ વાઘ અને જંગલના તમામ જાનવર હેરાન રહી ગયા.

વાઘ તરત જ સિંહ પાસે પહોંચ્યો અને બોલ્યો કે મહારાજ ઘાસ તો લીલી હોય છે. આ વાત માટે મને એક વર્ષની સજા કેમ આપવામાં આવી રહી છે?

સિંહે કહ્યુ કે ઘાસ તો લીલું જ હોય છે. આ વાત હું પણ જાણું છું પરંતુ તને સજા આ વાત માટે આપવામાં આવી રહી થે કે તારા જેવા બહાદુર, સાહસી અને સમજદાર પ્રાણી ગધેડા જેવા મૂરખ પ્રાણી સાથે ચર્ચા કરી રહ્યો છે, એ ખોટું છે. આ વાત માટે તને સજા આપવામાં આવી છે. ધ્યાન રાખો ક્યારેય પણ કોઈ મૂરખની સાથે દલીલ ન કરવી જોઈએ.

બોધપાઠ

આ પ્રસંગથી શીખ મળે છે કે જે પણ બુદ્ધિમાન વ્યક્તિ કોઈ મૂરખ સાથે દલીલ કરે છે તો તેને જ નુકસાન ભોગવવું પડે છે. જો આપણે પરેશાનીઓથી બચવા ઈચ્છીએ છીએ તો મૂરખ વ્યક્તિથી દૂર જ રહેવું જોઈએ અને તેની સાથે દલીલ કરવાની ભૂલ ન કરવી જોઈએ.

આ પણ વાંચજો – એક દિવસ રાજ દરબારમાં રાજકવિનું આગમન થયું, રાજાએ ઊભા થઈને એમનું અભિવાદન કર્યું તો રાજકવિએ આશીર્વાદ આપતાં કહ્યું કે તમારા શત્રુ ચિરંજીવી થાઓ. આવું સાંભળતાની સાથે જ રાજસભામાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં. જાણો એમણે શું કામ આવું કહ્યું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો