પ્રાચીન સમયમાં એક રાજા પોતાની પ્રજાના હાલચાલ જાણવા માટે પોતાના રાજ્યમાં ફરવા નીકળ્યો. રાજાની સાથે મંત્રી પણ હતા, બંને વેશ બદલીને રાજ્યમાં ફરી રહ્યા હતા. ત્યારે કાંટાવાળી જાળીઓના કારણે રાજાનો કૂર્તો ફાટી ગયો.
રાજાએ મંત્રીને કહ્યુ કે કોઈ દરજીને શોધો. મંત્રીએ જલદી જ એક દરજી શોધ્યો અને તેને કહ્યુ કે રાજા પ્રજાનો હાલ જાણવા નીકળ્યા છે અને તેમનો કૂર્તો ફાટી ગયો છે. તું તેને સરખો કરી દે, જલદી ચાલ.
દરજી સોઇ-દોરાની સાથે રાજા પાસે પહોંચ્યો અને ખૂબ જ સારી રીતે રાજાનો કૂર્તો સીવી દીધો. રાજા તેના કામથી ખુશ હતા, કારણ કે કૂર્તોમાં ફાટેલો ભાગ નહોતો દેખાતો.
રાજાએ દરજીને કહ્યુ માંગી લે જે તારે જોઈએ. દરજીએ વિચાર્યુ કે રાજા પાસે શું માંગુ. મારો તો થોડો જ દોરો લાગ્યો છે. 2 મુદ્રાઓ માંગી લઉં છું.
તેણે ફરી વિચાર્યુ કે ક્યાંક રાજા એવું ન વિચારી લે કે આટલા કામની મેં વધુ મુદ્રાઓ માંગી લીધી તો રાજા સજા આપશે.
તેણે રાજાને કહ્યુ કે મહારાજ નાનકડું કામ હતુ, તેની કીમત કેવી રીતે લઇ શકું છું. તમે રહેવા દો.
– રાજાએ ફરી કહ્યું કે ના તે કામ કર્યુ છે તો તને તારી મહેનતનું ફળ મળવું જ જોઈએ. માંગો.
– દરજીએ કહ્યું કે મહારાજ નાનકડું કામ હતુ, તમને જે યોગ્ય લાગે તે મને આપી દો.
– રાજાએ વિચાર્યુ કે આ દરજીએ મને પરેશાનીમાં મૂકી દીધો. મને મારા મુજબ તેને કંઈ આપવું પડશે.
રાજાએ મંત્રીને કહ્યુ કે આ દરજીને 2 ગામ આપી દો. દરજી આ સાંભળીને દંગ રહી ગયો. તેણે વિચાર્યુ હું તો 2 મુદ્રાઓ માંગવાનું વિચારી રહ્યો હતો, પરંતુ રાજાએ 2 ગામ આપી દીધા.
બોધપાઠ
આપણે વિચાર મોટા રાખવા જોઈએ. આપણે ક્યારેક-ક્યારેક અજાણતા વિચાર નાના કરી લઇએ છીએ, તેના કારણે આપણને સંપૂર્ણ ફળ નથી મળતું. જો દરજીએ માત્ર 2 મુદ્રાઓ માંગી લીધી હોત તો તેને રાજા 2 ગામ ન આપતો.