સંતને એક સફરજન મળ્યું, તેમણે વિચાર્યુ કે આ મારી સંપત્તિ નથી તેને તેના સાચા માલિકને આપી દેવું જોઈએ, જાણો પછી શું થયું?

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક સાધુ નદીના કિનારે ઝૂંપડી બનાવીને રહેતો હતો. એક દિવસ તેણે નદીમાં તરતું સફરજન દેખાયું. સંતે સફરજન ઉપાડી લીધુ અને ખાવા લાગ્યા. ત્યારે તેને યાદ આવ્યું કે આ સફરજન મને મહેનત વિના મળ્યું છે. તેના ઉપર મારો હક નથી. તેના સાચા માલિકને પાછું કરી દેવું જોઈએ.

આવું વિચારીને તે સફરજનના માલિકને શોધવા નીકળી ગયા. શોધતા-શોધતા તે ફળોના બગીચા સુધી પહોંચી ગયા. ત્યાંના માળીને જણાવ્યું કે આ બગીચાની માલિક તો અહીંની રાજકુમારી છે. હવે સંત રાજકુમારીને મળવા માટે રાજમહેલ પહોંચી ગયો.

સંતે રાજકુમારીને કહ્યુ કે તમારા બગીચાનું આ સફરજન નદીમાં તરતા મારા સુધી પહોંચી ગયું છે. હું તમને પાછું આપવા આવ્યો છું. આ વાત સાંભળીને રાજકુમારીને ખૂબ આશ્ચર્ય થયો કે માત્ર એક સફરજન માટે આ સંત આટલા દૂર આવી ગયા છે. તેણે સંતને કારણ પૂછ્યુ કે એક સફરજન માટે આટલી મહેનત કેમ કરી?

સંતને એક સફરજન મળ્યું, તેમણે વિચાર્યુ કે આ મારી સંપત્તિ નથી તેને તેના સાચા માલિકને આપી દેવું જોઈએ, સફરજનના માલિકને શોધતા તે ફળોના બગીચા સુધી પહોંચી ગયો, ત્યાં જાણવા મળ્યું કે આ બગીચાની માલિક તો રાજકુમારી છે.

સંતે કહ્યુ કે મેં આ સફરજન માટે મહેનત નથી કરી. હું મારા સ્વાભિમાન માટે આ સફરજન પાછું કરવા આવ્યો છું. જો હું તેને ખાઇ લેત તો મારી જીવનભરની તપસ્યા વ્યર્થ થઈ જાત. સંતની ઇમાનદારીથી રાજકુમારી ખૂબ પ્રભાવિત થઈ અને પોતાના પિતાને કહીને સંતને રાજગુરુની ઉપાધિ અપાવી દીધી.

બોધપાઠ

આ કથાથી શીખ મળે છે કે વ્યક્તિએ ક્યારેય પણ મહેનત કર્યા વિના મળેલી ધન-સંપત્તિ પર પોતાનો અધિકાર ન જતાવવો જોઈએ. ઇમાનદાર વ્યક્તિને ઘર-પરિવાર અને સમાજમાં દરેક જગ્યાએ માન-સન્માન મળે છે.

આ પણ વાંચજો – આ બોધકથા દ્રારા જાણો વાત-વાત પર પતિ – પત્ની વચ્ચે ઝઘડા થતાં હોય ત્યારે શું કરવું જોઇએ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો