એક લોકકથા પ્રમાણે જૂના જમાનામાં એક નગરમાં ખૂબ જ ધનવાન શેઠ હતો. શેઠની પાસે ખૂબ જ ધન-સંપત્તિ હતી, પરંતુ તેનું મન ખૂબ જ અશાંત હતું. એક દિવસ તે પોતાના નગરના જાણીતા સંત પાસે ગયો. શેઠે સંતને કહ્યું કે મહારાજ હું ખૂબ જ ધનિક છું પણ મને શાંતિ નથી મળતી રહી. કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મારું મન શાંત થઈ જાય. સંતે શેઠને કહ્યું કે વત્સ, થોડાં દિવસ તું મારી પાસે રહે, હું જે કરું, તે તું જોતો રહેજે, તને મનની શાંતિ પ્રાપ્ત કરવાનો ઉપાય મળી જશે. શેઠ આ વાતે રાજી થઈ ગયો.
બીજા દિવસે સંતે શેઠને આખો દિવસ તાપમાં બેસાડી રાખ્યો અને પોતે પોતાની ઝૂંપડીમાં આરામ કરવા ચાલ્યાં ગયાં. શેઠ ગરમીને લીધે વ્યાકુળ થઈ ગયો પરંતુ કંઈ બોલ્યો નહીં.
બીજા દિવસે સંતે શેઠને ભોજન ન આપ્યું અને તેની સામે બેસીને સ્વાદિષ્ટ ભોજન ખાધું. શેઠ બીજા દિવસે પણ ચૂપ જ રહ્યો.
ત્રીજા દિવસે શેઠને ગુસ્સો આવી ગયો અને તે ઊઠીને જવા લાગ્યો. સંતે શેઠને પૂછ્યું કે શું તને શાંતિ પ્રાપ્તિનો ઉપાય મળી ગયો? શેઠે જવાબ આપ્યો કે મહારાજ હું તમારી પાસે ઘણી આશા લઈને આવ્યો હતો, પરંતુ મને અહીં નિરાશા જ મળી છે.
સંતે કહ્યું કે મેં તને શાંતિ પ્રાપ્ત કરવાનો રસ્તો તો જણાવી દીધો છે. પહેલાં દિવસે જ્યારે તું આખો દિવસ તાપમાં બેઠો હતો અને હું ઝૂંપડીમાં આરામ કરી રહ્યો હતો. ત્યારે મેં તનેએ જણાવ્યું કે મારી છાયા તારે કામ નહીં આવે.
બીજા દિવસે તને ભોજન ન આપ્યું અને તારી સામે બેસીને મેં સ્વાદિષ્ટ ભોજન કર્યું. ત્યારે મેં તને એ બતાવવાનો પ્રયાસ કર્યો કે મારા ખાવાથી તને લાભ નહીં થાય અને મારી સાધનાથી તને સિદ્ધિ નહીં મળે. એવી જ રીતે શાંતિ તને તારી મહેનત અને પ્રયત્નોથી જ પ્રાપ્ત થશે.
હું તારા મનને શાંત નથી કરી શકતો, તેની માટે તારે પોતે જ શાંતિ આપે તેવા કામ કરવા પડશે. આ વાત સાંભળીને શેઠને સમજાઈ ગયું કે મનની શાંતિ માટે તેને પોતે જ સારાં કામ કરવા પડશે.