પ્રાચીન સમયમાં એક સંત પાસે એક વ્યક્તિ આવ્યો અને બોલ્યો કે સ્વામીજી, હું ચોર છું, ખોટુ બોલુ છું, હું ચોરી અને બીજા અપરાધ કરું છું. વાત-વાત પર ખોટું બોલું છું, બીજાને કષ્ટ પહોંચાડું છું. તમે કોઈ એવો ઉપાય જણાવો, જેનાથી મારું જીવન સુધરી જાય.
સ્વામીજીએ કહ્યુ કે, તું ચોરી કરવાનું બંધ કરી દે. સત્ય બોલવાનું વ્રત લો. તારું કલ્યાણ થઈ જશે. તે વ્યક્તિ તેમને પ્રણામ કરીને પાછો જતો રહ્યો.
થોડા દિવસ પછી તે વ્યક્તિ પાછો આવ્યો અને બોલ્યો, સ્વામીજી ચોરી કરવાની અને ખોટું બોલવાની આદત નથી છૂટી રહી. હવે હું શું કરું?
સંતે કહ્યુ, ભાઈ તું તારા દિવસ-રાતનું વર્ણન ચાર લોકોની સામે કરતો જા. દિવસ-રાતમાં જે પણ કામ કરે, તેને ઓછામાં ઓછા ચાર લોકોને જણાવ.
ચોરે બીજા દિવસે ચોરી કરી, પરંતુ તે લોકોને જણાવી ન શક્યો, કારણ કે તેને ડર હતો કે લોકો તેને નફરત કરવા લાગશે.
તે ક્ષણે જ તેણે ચોરી ન કરવાનો સંકલ્પ લીધો. થોડા દિવસ પછી તે સ્વામીજી પાસે આવ્યો અને બોલ્યો સ્વામીજી તમારા ઉપાયથી હું અપરાધમુક્ત થઈ ગયો છું. હવે હું મહેનત કરીને જીવન વીતાવું છું.
– કથાની શીખ એવી છે કે કોઈ વ્યક્તિ ઈચ્છે તો તે ખરાબ આદતોને છોડી શકે છે. માત્ર તેણે સંકલ્પ કરવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.