મહિલાને સમુદ્રના કિનારે રેતી પર મળ્યો ચમકતો પથ્થર. તે હીરો હતો. મહિલાએ ચુપચાપ તેને પોતાના પર્સમાં મૂકી દીધો. આગળ વૃદ્ધ વ્યક્તિએ તેની સામે હાથ ફેલાવ્યો અને બોલ્યો- શું તું મારી મદદ કરી શકે છે? તે મહિલાએ હિરો વૃદ્ધ વ્યક્તિને આપી દીધો. જાણો મહિલાએ શા માટે કિંમતી હીરો વૃદ્ધને આપી દીધો?

એકવાર એક ખૂબ જ સુંદર મહિલા સમુદ્રના કિનારે રેતી પર ફરી રહી હતી. સમુદ્રની લહેરોની સાથે કોઈ એક ખૂબ જ ચમકતો પથ્થર કિનારે આવી ગયો. મહિલાએ તે દુર્લભ જણાતો પથ્થર ઉઠાવી લીધો. તે હીરો હતો. મહિલાએ ચુપચાપ તેને પોતાના પર્સમાં મૂકી દીધો. પરંતુ તેના હાવ-ભાવ પર કોઈ જ ફરક ન પડ્યો. નજીકમાં જ ઊભો એક વૃદ્ધ વ્યક્તિ ખૂબ જ આશ્ચર્યથી આ બધું જોઈ રહ્યો હતો.

અચાનક તે પોતાની જગ્યાએથી ઊભો થયો અને તે મહિલા તરફ આગળ વધ્યો. મહિલાની પાસે જઈને તે વૃદ્ધ વ્યક્તિએ તેની સામે હાથ ફેલાવ્યો અને બોલ્યો- મેં છેલ્લા ચાર દિવસથી કંઈ જ ખાધું નથી. શું તું મારી મદદ કરી શકે છે? તે મહિલાએ તરત જ પોતાનું પર્સ ખોલ્યું અને કંઈક ખાવાની વસ્તુ શોધવા લાગી. તેને જોયું કે વૃદ્ધની નજર તેના પથ્થર પર છે, જે તેને થોડીવાર પહેલાં સમુદ્ર કિનારે પડેલો મળ્યો હતો.

મહિલા આખી કહાની સમજી ગઈ. તેણે ઝટથી તે પથ્થર કાઢ્યો અને વૃદ્ધ વ્યક્તિને આપી દીધો. ત્યારે તે વૃદ્ધ વ્યક્તિ વિચારવાં લાગ્યો કે કોઈ આવી કિંમતી વસ્તુ આટલી આસાનીથી કેવી રીતે કોઈને આપી શકે? વૃદ્ધે ધ્યાનથી તે પથ્થરને તપાસ્યો, તે અસલી હીરો હતો. વૃદ્ધ વ્યક્તિ વિચારમાં પડી ગયો. એટલી વારમાં તે મહિલા પાછી વળીને પોતાના રસ્તે આગળ વધવા લાગી હતી.

વૃદ્ધ વ્યક્તિએ તે મહિલાને પૂછ્યું- શું તું જાણે છે, આ ખૂબ જ કિંમતી હીરો છે? મહિલાએ જવાબ આપતાં કહ્યું- જી, હા,મને વિશ્વાસ છે કે તે હીરો જ છે. પરંતુ મારી ખુશી આ હીરામાં નથી, મારી અંદર છે. સમુદ્રની લહેરની જેમાં જ દોલત અને પ્રસિદ્ધિ આવતી-જતી રહે છે. જો પોતાની ખુશી તેની સાથે જોડીશું તો ક્યારેય ખુશ નહીં રહી શકીએ.

વૃદ્ધ વ્યક્તિએ હીરો તે મહિલાને પાછો આપી દીધો અને કહ્યું આ હીરો તું રાખ અને તું મને તેનાથી અનેકગણો કિંમતી એ ભાવ આપી દે, જેને લીધે તને આટલી આસાનીથી આ હીરો મને આપ્યો હતો.

બોધપાઠ

ધન-દોલત અને માન-સન્માનમાં ખુશીઓ શોધવી નિરર્થક છે

આ પણ વાંચજો – એક શેઠે એની નાવ એક પેન્ટરને નવો રંગ લગાવવા આપી, પેન્ટરે નાવ પર રંગ લગાવી દીધો અને પોતાના ઘરે જતો રહ્યો. બીજા દિવસે શેઠ પેન્ટરના ઘરે આવ્યો અને તેને ઘણું બધું ધન આપ્યું. પેન્ટરને આશ્ચર્ય થયું, જાણો શેઠે પેન્ટરને કેમ વધુ રૂપિયા આપ્યા?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો