મિત્રતા, પરિવાર અને સામાજિક જીવનમાં કેવી રીતે બનાવી શકાય છે બેલેન્સ, ભગવાન શ્રીકૃષ્ણ પાસે શીખી શકો છો તેના સૂત્ર, જાણો અને શેર કરો.

ભગવાન શ્રીકૃષ્ણમાં એવા અનેક ગુણ હતા, જે તેમને પરફેક્ટ બનાવતા હતા. મિત્રતા નિભાવવી હોય અથવા દાંપત્યજીવનમાં સુખ-શાંતિ જાળવવી, જીવનના દરેક ક્ષેત્રમાં તેમણે તાલમેળ બનાવી રાખ્યો હતો. આજે અમે તમને શ્રીકૃષ્ણના કેટલાક એવા જ ગુણો વિશે જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને આપણે પણ જીવનને શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ.

મિત્રતા નિભાવવી

અર્જુન, તથા સુદામા શ્રીકૃષ્ણના ખાસ મિત્ર હતા. જ્યારે-જ્યારે તેમના ઉપર મુશ્કેલીઓ આવી, શ્રીકૃષ્ણે તેમની દરેક શક્ય મદદ કરી હતી. આજે પણ કૃષ્ણ અને અર્જુનની મિત્રતાના ઉદાહરણ આપવામાં આવે છે.

સુખી દાંપત્ય

ગ્રંથો મુજબ, શ્રીકૃષ્ણની 16,108 રાણીઓ હતી. તેમાંથી 8 મુખ્ય હતી. શ્રીકૃષ્ણના દાંપત્યજીવનમાં તમને ક્યાંય પણ અશાંતિ જોવા નહીં મળે. તે પોતાની દરેક પત્નીને સંતુષ્ટ રાખતા હતા જેથી તેમની વચ્ચે કોઈ વિવાદ ન થાય.

સંબંધો નિભાવવા

ભગવાન શ્રીકૃષ્ણે પોતાના દરેક સંબંધો ખૂબ જ ઇમાનદારીથી નિભાવ્યા છે. ત્યાં સુધી કે પોતાના સગા-સંબંધીઓ તથા અન્ય લોકો માટે દ્વારિકા નગરી જ વસાવી દીધી. માતા-પિતા, બહેન, ભાઈ, શ્રીકૃષ્ણે દરેક સંબંધની મર્યાદા રાખી.

યુદ્ધનીતિ

મહાભારતના યુદ્ધમાં જ્યારે-જ્યારે પાંડવો પર કોઈ મુશ્કેલી આવી, કૃષ્ણે પોતાની યુદ્ધનીતિથી તેનો ઉકેલ શોધી કાઢ્યો. ભીષ્મ, દ્રોણાચાર્ય વગેરે અનેક મહારથીઓના વધ કરવાનો માર્ગ શ્રીકૃષ્ણે જ પાંડવોને બતાવ્યો હતો. યુદ્ધનો અર્થ આજના સમયમાં વિષમ પરિસ્થિતિઓ સાથે છે. કેટલીય મોટી મુશ્કેલી કેમ ન હોય, ધીરજ અને સમજણશક્તિ સાથે તેનો ઉકેલ શોધી શકાય છે.

આ પણ વાંચજો – જો પત્ની સારી હોય તો પતિને ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે, પરંતુ જો પત્ની સારી ન હોય તો કોઈ રાજાને પણ ભીખારી બનાવી શકે છે, જાણો ક્યારે થાય છે પત્નીની પરખ?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો