લોકકથા પ્રમાણે એક રાજાના દરબારમાં રાજકવિ હતા. રાજા તેમનું ખૂબ જ સન્માન કરતાં હતાં. એક દિવસ રાજા દરબારમાં બેઠાં હતાં, ત્યારે રાજકવિનું આગમન થયું. રાજાને ઊભા થઈને અભિવાદન કર્યું તો રાજકવિએ આશીર્વાદ આપતાં કહ્યું કે તમારા શત્રુ ચિરંજીવી થાઓ.
આવું સાંભળતાની સાથે જ રાજસભામાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં. રાજા પણ કવિથી નારાજ થઈ ગયાં, પરંતુ તેમને પોતાના ક્રોધને શાંત કરી લીધો. રાજાના કેટલાક મંત્રી રાજકવિને ઈર્ષા કરતાં હતાં. તેમને વિચાર્યું કે રાજા હવે તો રાજા કવિને દરબારમાંથી બહાર કાઢી મૂકશે.
રાજકવિ પણ બધાના મનની વાત સમજી ગયા અને તેમને કહ્યું કે મહારાજ મને ક્ષમા કરો, મેં તમને કંઈક આપ્યું છે, પરંતુ તમે તેને સ્વીકાર નથી કર્યું.
આ વાત સાંભળીને રાજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે તમે મને કંઈ વસ્તુ આપી છે?
કવિએ કહ્યું કે રાજન, મેં તમને આશીર્વાદ આપ્યા, પરંતુ તમે સ્વીકાર ન કર્યાં.
રાજાએ કહ્યું કે હું આ આશીર્વાદ કેવી રીતે લઈ શકું, તમે મારા શત્રુઓને શુભકામનાઓ આપી રહ્યાં છો.
કવિએ રાજાને સમજાવતા કહ્યું કે રાજન, મારા આ આશીર્વાદથી તમારું જ ભલુ થશે. તમારા દુશ્મનો જીવિત રહેશે તો તમારામાં પણ બળ, બુદ્ધિ, પરાક્રમ અને સાવધાની ટકી રહેશે. દુશ્મનો સામે લડવા માટે તમે દરેક પળે તૈયાર રહેશો. જ્યાં સુધી દુશ્મનોનો ભય રહેશે, તમે સચેત રહેશો. દુશ્મનો નહીં હોય તો તમે બેદરકાર થઈ જશો અને કોઈ દિવસ તમારી બેદરકારીનો લાભ ઊઠાવીને બીજા રાજાઓ તમારા રાજ્ય પર આક્રમણ કરી દેશે. એટલા માટે મારા આશીર્વાદમાં આ રાજ્યનું જ હિત છે. રાજકવિના આશીર્વાદ સમજીને રાજા રાજી થઈ ગયા અને તેમના આશીર્વાદને સ્વીકાર કર્યા.
બોધપાઠ-
આ કથાની શીખ છે કે જ્યારે આપણા જીવનમાં સમસ્યાઓ આવે છે, આપણે તેને ઉકેલવા માટે નવાં-નવાં રસ્તાઓ શોધીએ છીએ. સમસ્યાઓ સામે લડીને જ કોઈ માણસ મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે. પરેશાનીઓથી ડરનારા લોકોની પ્રગતિ અટકી જાય છે. બાધાઓ માણસની યોગ્યતાઓને નિખારે છે. જે પ્રકારે સોનું આગમાં તપીને નિખરે છે, એ જ રીતે માણસ પરેશાનીઓનો સામનો કરીને વધુ યોગ્ય બને છે.