એક કંજૂસ વ્યક્તિ મૃત્યુ પછી નરકમાં ગયો, દયા કરીને ભગવાને તેને સ્વર્ગ સુધી પહોંચવાની સીઢી આપી, પણ જેવો કંજૂસ સીઢી પર ચઢીને સ્વર્ગ જવા લાગ્યો, બીજા લોકો પણ સીઢી પર ચઢવા લાગ્યા, આ જોઇને કંજૂસે શું કર્યુ?

કોઈ ગામમાં એક કંજૂસ વ્યક્તિ રહેતો હતો. તેણે આખી જિંદગી કોઈની મદદ નહોતી કરી. ગરીબોને દાન નહોતું આપ્યું. જ્યારે તેનું મૃત્યુ થયું તો કર્મોના આધાર પર તેને નરકમાં જગ્યા મળી. નરકમાં તેને ખૂબ જ દયનીય સ્થિતિમાં રહેવું પડ્યુ હતુ.

ત્યાં તે રડતો રહેતો હતો અને ભગવાનને ત્યાંથી બહાર કાઢવા માટે પ્રાર્થના કરતો રહેતો હતો. એક દિવસ ભગવાનને તે વ્યક્તિ પર દયા આવી ગઈ. ભગવાને જ્યારે ચિત્રગુપ્તને પૂછ્યુ કે – શું આ વ્યક્તિએ ક્યારેય કોઈ સારું કામ નથી કર્યુ, જેના પુણ્ય ફળથી તેને નરકથી કાઢીને સ્વર્ગમાં મોકલી શકાય.

ચિત્રગુપ્તે તેના કર્મો જોઇને કહ્યુ આ કંજૂસે એક વખત એક વ્યક્તિને સડેલું કેળું આપ્યું હતું. આ રીતે ભગવાનને તે કંજૂસને નરકમાંથી બહાર લાવવાનો ઉપાય મળી ગયો. ભગવાને તેની પાસે એક સીઢી મોકલી અને કહ્યુ કે તેના સહારે તું નરકથી સ્વર્ગ સુધી પહોંચી શકે છે.

સીઢી મેળવીને કંજૂસ ખૂબ ખુશ થઈ ગયો અને તેની ઉપર ચઢવા લાગ્યો. તેને ચઢતા જોઇ નરકમાં રહેતા અન્ય લોકો પણ સીઢી ચઢવા લાગ્યા. આ જોઇને કંજૂસ તે લોકોને નીચે ધક્કો મારવા લાગ્યો અને ચીસો પાડીને કહેવા લાગ્યો કે આ સીઢી ભગવાને મને આપી છે એટલે તમે તેનો ઉપયોગ નથી કરી શકતા. આટલું કહેતા જ તે સીઢી ગાયબ થઈ ગઈ અને કંજૂસ ફરીથી નરકમાં આવી ગયો. ત્યારે તેને એક અવાજ સંભળાયો – જો તું અહીં પણ બીજાની મદદ નથી કરવા ઈચ્છતો તો નરક જ તારા માટે સૌથી સારી જગ્યા છે.

બોધપાઠ

તમને એ જ મળે છે જે તમે બીજાને આપવા ઈચ્છો છો એટલે કાયમ બીજાની મદદ કરો. જો તમે તમારા જીવનમાં કોઈને કંઈ નથી આપ્યું તો તમને ક્યારેય કંઈ નહીં મળે. કંજૂસ ન સ્વયં જીવનનો આનંદ ઉઠાવતો હતો અને ન બીજા માટે કંઈ કરતો હતો એટલે મુશ્કેલ સમયમાં કોઈ તેની મદદ નહોતું કરતું. આપણે કાયમ બીજાની મદદ માટે તૈયાર રહેવું જોઈએ.

આ પણ વાંચજો – બીજાનું હિત કરનાર ખેડૂતને એક ઇજાગ્રસ્ત સાપ દેખાયો, તેને દયા આવી ગઈ અને તે સાપને ઉપાડીને પોતાના ઘરે લઈ આવ્યો તેની સંભાળ કરવા લાગ્યો.જાણો પછી શું થયું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો