કોઈ શહેરમાં એક પતિ-પત્ની પોતાના દીકરા સાથે રહેતા હતા. તેમના લગ્નને 10 વર્ષ થઈ ચૂક્યા હતા. એક દિવસ જ્યારે પતિ ઘરે આવ્યો તો તેની પત્નીએ તેને નજીક બેસાડ્યો અને કહ્યુ – મને ડિવોર્સ જોઈએ. આ સાંભળીને પત્નીએ ગુસ્સો ન કર્યો પરંતુ શાંતિથી પૂછ્યુ – કેમ? પતિએ આ પ્રશ્નનો જવાબ ન આપ્યો. તેનાથી તે ઉદાસ થઈ ગઈ. પતિએ હિમ્મત કરીને કહ્યુ – મારો અફેર ચાલી રહ્યો છે, ઓફિસની એક યુવતી સાથે.
પત્ની કંઈ કહ્યા વિના રૂમમાંથી જતી રહી. બીજા દિવસે જ્યારે પતિ ઘરે આવ્યો તો પત્નીએ હસીને તેનું સ્વાગત કર્યુ. પતિને સમજ ન આવ્યું કે આ શું થઈ રહ્યું છે. પત્નીએ કહ્યુ – સારું, હું તમને ડિવોર્સ આપવા માટે તૈયાર છું પરંતુ તમારે મારી એક શરત માનવી પડશે. પતિ એકદમ દંગ રહી ગયો. ત્યારે પત્નીએ કહ્યુ – આવનારા 30 દિવસ સુધી આપણે સામાન્ય જિંદગી જીવીશું, જેમ કંઈ થયું જ નથી. દીકરાને પણ આ વિશે કંઈ નહીં કહીએ.
પત્નીએ એવું પણ કહ્યુ કે જે રીતે લગ્ન પછી પહેલી વખત તમે મને ઉપાડીને ઘરની અંદર લાવ્યા હતા, આવનારા 30 દિવસ સુધી ફરી એવું જ કરજો. પતિને લાગ્યુ કે પત્નીનું મગજ ખરાબ થઈ ગયું છે પરંતુ એક મહિનાની વાત સમજીને તેણે હા કહી દીધી. પહેલા દિવસે જ્યારે પતિએ પત્નીને ઉપાડી તો બંને એકદમ વિચિત્ર મહેસુસ કરી રહ્યા હતા પરંતુ તેમનો દીકરો આ જોઇને ખૂબ ખુશ થઈ રહ્યો હતો. બીજા દિવસે ફરી જ્યારે પતિએ પત્નીને ઉપાડી તો જોયું કે ઉંમરની અસર તેના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહી હતી. ચોથા દિવસે જ્યારે પતિએ પત્નીને ઉપાડી તો તેને આત્મીયતાનો અહેસાસ થયો. તેણે વિચાર્યુ કે આ એ જ મહિલા છે જેણે મને પોતાના જીવનના 10 વર્ષ આપ્યા હતા.
આ સિલસિલો રોજ ચાલવા લાગ્યા તો પતિને મહેસુસ થયું કે તેમની વચ્ચે ફરીથી પ્રેમ જન્મી રહ્યો છે. પતિએ આ વાત પર પણ ધ્યાન આપ્યું કે છેલ્લા થોડા દિવસોમાં પત્નીનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. આવું કરતા-કરતા એક મહિનો વીતી ગયો. છેલ્લા દિવસે જ્યારે પતિએ પત્નીને ઉપાડી તો તેમની આંખોમાં આંસૂ હતા. પત્નીને છોડીને તે સીધો તે યુવતી પાસે ગયો જેની સાથે તેનો અફેર ચાલી રહ્યો હતો.
તેણે માફી માંગતા કહ્યુ કે – હવે હું મારી પત્નીથી અલગ નથી રહી શકતો. હવે અમને માત્ર મૃત્યુ જ અલગ કરી શકે છે. તેના પછી પતિ હાથમાં સુંદર ફૂલોનો ગુલદસ્તો અને હોઠ ઉપર હસી લઈને ઘરે પહોંચ્યો. તેણે જોયું કે તેની પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું. તેને ઘણા સમયથી કેન્સરની બીમારી હતી પરંતુ તેણે આ તરફ ધ્યાન જ ન આપ્યુ. પતિને સમજ આવી ગયું કે પત્નીએ આ શરત કેમ રાખી હતી, જેથી દીકરાને લાગે કે તેના પિતા એક સારા વ્યક્તિ છે જે તેની માતાને ખૂબ પ્રેમ કરતા હતા.
લાઇફ મેનેજમેન્ટ
પતિ-પત્નીના સંબંધો અતૂટ હોય છે. પછી જીવનમાં કેટલાય ઉતાર-ચઢાવ આવે પતિ-પત્ની એકબીજાનો સાથ નથી છોડતા. જ્યારે પણ પતિ-પત્ની વચ્ચે કોઈ વિવાદ થાય તો તે પળોને એક વખત યાદ જરૂર કરો, જ્યારે બંનેએ એકબીજાને પ્રેમ અને આત્મીયતા મહેસુસ કરી હોય. તેનાથી બંને વચ્ચે અંતર ઓછું થઈ શકે છે.