એક રાજા આરામ કરવા માટે વૃક્ષની નીચે સૂઇ ગયા, વૃક્ષ પર એક કાગડો આવીને બેઠો અને તેણે રાજાની ચાદર પર બીટ કરી દીધું, રાજાની જ્યારે ઊંઘ ઊડી તો તેણે ચાદર ગંદી જોઇ અને ઉપર એક હંસ બેઠો હતો, જાણો પછી શું થયું?

પ્રાચીન સમયમાં એક રાજા એકલા બીજા રાજ્ય જઈ રહ્યા હતા. રસ્તામાં થાક લાગ્યો તો એક વૃક્ષની નીચે આરામ કરવા માટે રોકાઇ ગયા. રાજાએ પોતાના ધનુષ-બાણ એક તરફ રાખી દીધા અને તે ચાદર ઓઢીને સૂઇ ગયા. થોડી વારમાં તેને ગાઢ ઊંઘ આવી ગઈ.

થોડી વાર પછી વૃક્ષ પર એક કાગડો આવીને બેસી ગયો અને તેણે નીચે સૂતા રાજાની ચાદર પર બીટ કરી દીધુ. ચાદર મેલી થઈ ગઈ પરંતુ રાજાને ખબર ન પડી. કાગડો ત્યાંથી ઊડી ગયો.

થોડી વાર પછી તે વૃક્ષ પર એક હંસ આવી ગયો, જ્યાં કાગડો બેઠો હતો, હંસ પણ ત્યાં બેસી ગયો. તે સમયે રાજાની ઊંઘ ખુલી ગઈ. રાજાએ જોયું કે તેની ચાદર પક્ષીના બીટથી ગંદી થઈ ગઈ છે. તેને ગુસ્સો આવી ગયો અને તેણે ધનુષ-બાણ ઉપાડીને હંસને બાણ મારી દીધુ. બાણ વાગતા જ હંસ નીચે આવીને પડ્યો અને મરી ગયો.

આ બધુ એક સંતે જોઇ લીધુ. સંતે રાજાને કહ્યુ કે તમે એક નિર્દોષ પ્રાણીને મારી નાખ્યો છે. આ બીટ એક કાગડાએ કરી હતી. આ હંસનો અપરાધ માત્ર એટલો જ હતો કે તે કાગડાની જગ્યા પર આવીને બેસી ગયો. એક કાગડાના ખોટાં કામની સજા હંસને મળી. આ સાંભળીને રાજાને ખૂબ પસ્તાવો થયો અને તેને એક શીખ પણ મળી.

બોધપાઠ

આ પ્રસંગથી રાજાને એ શીખ મળી કે કાગડા જેવા દુષ્ટની જગ્યા પર બેસવા માત્રથી જ એક નિર્દોષ પક્ષી હંસના પ્રાણ જતા રહ્યા. તેનો અર્થ એ છે કે આપણે ખરાબ લોકોથી દૂર રહેવું જોઈએ. ખરાબ લોકોની સાથે એક જગ્યાએ બેસવું પણ ન જોઈએ નહીં તો હંસના સમાન નિર્દોષ હોવા પર પણ સજા મળી શકે છે.

આ પણ વાંચજો – 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો